– સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું
આમોદ,
આમોદ નગરપાલિકા ખાતે પધારેલા સુરતના પ્રાદેશિક અધિક કલેકટર આર.સી.પટેલે આમોદ નગરપાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડો તેમજ સફાઈ કામદારો,વિપક્ષના પ્રશ્નો અંગે મીડિયાને માહિતી આપો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.
આમોદ નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અધિકારી અને પાલિકા પ્રમુખ દ્વારા સફાઈ કર્મચારી પાસે ડોલમાંથી કચરો ઠાલવ્યા બાદ સફાઈ કરવામાં આવી ફોટો સેશન કરવામાં આવ્યું હતું.જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરત પ્રાદેશિક નિયામકના અધિક કલેકટર આર.સી.પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે વીડિયો વાયરલ થયો છે તેના અનુસંધાનમાં મુખ્ય અધિકારીને શોર્ટ ટાઈમમાં નોટિસ આપવામાં આવી છે.મુખ્ય અધિકારીનો ખુલાસો આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે.આમોદ પાલિકાના ચાલતા વિવિધ કૌભાંડો બાબતે જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં કૌભાંડો અંગે વિવિધ ફરિયાદો મળી છે.જે તપાસ કર્યા બાદ કડક કાર્યવાહી કરાશે.આમોદ – જંબુસર નગરપાલિકામાં પ્રાદેશિક કચરી તરફથી દર ૧૫ દિવસે મુલાકાત લેવામાં આવશે અને વડી કચેરી તરફથી સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવશે જેથી પ્રજાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી શકાશે.સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે જણાવ્યું હતું કે તેમનો મુદ્દો અને અરજી અમારા ધ્યાન ઉપર આવેલી છે.કોઈપણ ભેદભાવ રહિત આમોદ નગરપાલિકા લોકોની સુખાકારી માટે કામ કરે તે નગરપાલિકાને જરૂરી સૂચનો પણ આપવામાં આવશે અને જરૂરી એક્શન પણ લઈશું.આમોદ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવું શોપિંગ,તળાવ બ્યુટી ફિકેશન તેમજ સોલર પેનલ બાબતે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.જે બાબતે પ્રાદેશિક નિયામકને ફરીયાદ મળતા જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં અનેક ભ્રષ્ટાચારની ફરિયાદો મળી છે.જે અમારા ઈજનેર તરફથી તપાસ કરવામાં આવી છે.મંજૂર થયેલ કામોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમજ અમારો કોઈ કર્મચારી પણ સંડોવાયેલો હશે તો પણ છોડવામાં આવશે નહીં રાજ્ય સરકારને પણ લખવામાં આવશે.આમોદ પાલિકાના સતાધારી પક્ષના લોકોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તે બિલનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે.તે બાબતે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે બિલનું ચૂકવણું કર્યું છે.તે બાબતે અમારી ટીમ તપાસ કરી રહી છે.અને ૧૫ દિવસની અંદર તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિષ્પક્ષ તપાસ કરી કાર્યવાહી કરવામાં રાજ્ય સરકાર ખચકાશે નહીં.માહિતી અધિકાર કાયદા અંતર્ગત આવેલી અરજીઓનો પણ આમોદ પાલિકા જવાબ આપતી નથી જે બાબતે તેમણે જણાવ્યું હતું કે RTI હેઠળ આવેલી અરજીઓ બાબતે આમોદનુ તારણ કાઢવામાં આવ્યું હતું.જે જવાબદાર મુખ્ય અધિકારી વારંવાર પોતાની ભૂલ રીપીટ કરે છે તો એ મુખ્ય અધિકારી તેમજ સબંધિત અધિકારી સામે પણ પગલા લેવામાં આવશે.
તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વછતા પર ખૂબ ભાર મૂક્યો છે અને આખા દેશમાં સ્વછતા બાબતે ઝુંબેશ ચલાવી છે તેના સારા પરિણામ મળ્યા છે.પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ખોટું છે.




