best news portal development company in india

નેત્રંગ જવાહર બજારમાં જુગાર રમતા ૫ ઝડપાયા

SHARE:

– નેત્રંગ પોલીસે કુલ રૂપિયા ૧૪૪૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પ ઈસમોને ઝડપી લીધા

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા ઈસમો પર વારંવાર પોલીસ દ્વારા રેઈડ કરીને જુગારીયાઓને ઝડપી લેવાતા હોય છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરી દારૂ જુગારના કેસ ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ દરમ્યાન નેત્રંગ પોલીસે નગરના જવાહર બજાર ખાતે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.મળતી વિગતો મુજબ પોલીસને  પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે નેત્રંગ નગરના જવાહર બજારમાં રહેતા કિરીટ પાટણવાડીયાના કેળાની વખારની પાછળ આવેલ તુટેલા મકાનમાં કેટલાક ઈસમો પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા સ્થળ ઉપર બેસીને કેટલાક ઈસમો જુગાર રમતા જણાયા હતા.પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા પાંચ ઈસમો  (૧) અજય રાકેશ દોસી (૨) કિરીટ બાબર પાટણવાડીયા (૩) ઈમરાન ઈકબાલ મેમણ (૪) સુરેશ વિજય વસાવા તેમજ (૫) કાંતિ મગન પંચાલ તમામ રહે.નેત્રંગ જી.ભરૂચનાને જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ રૂપિયા ૧૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!