– ૧૪ બેઠકો માટે ૨૯૬ મંડળીના પ્રતિનિધિઓ મતદાન કરશે
– સાંસદ મનસુખ વસાવાએ કહ્યું જેની પાસે રૂપિયા હશે તે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી જીતશે
– ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી : મનસુખ વસાવા
– સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ ખરીદ ફરોત થતી હોવાનો સાંસદનો સ્વિકાર
ભરૂચ,
ભરૂચની દુધધારા ડેરીની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ સહકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્તેજના અને ઉત્સુકતા છે.ત્યારે સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન આપતા ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોવાનું કહ્યું છે.
ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલ પાથલ વચ્ચે દુધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે.આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે.મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે.તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદફરોત થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે તે જ વિજેતા બનશે.સાંસદે દાવો કર્યો કે ચૂંટણી પ્રક્રિયામાં પક્ષની આંતરિક પરંપરાઓને અવગણવામાં આવી રહી છે.જિલ્લાની સંકલન સમિતિને વિશ્વાસમાં લીધા વગર ઉમેદવારી જાહેર કરવામાં આવી છે.આ કારણે ઘણા જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે.
દૂધધારા ડેરીની પેનલ અપક્ષ માંથી ઊભી કરનાર જીગ્નેશ પટેલે પણ પત્રકાર પરિષદમાં હાજર રહી આક્ષેપ કર્યા છે કે મને ભાજપે ભલે સસ્પેન્ડ કર્યા પરંતુ સહકારી મંડળીમાં થતા ભ્રષ્ટાચાર ના કારણે આજે પેનલ ઉતારી છે.ભરૂચના ખોબા જેવા ગામોમાંથી એક એક લાખ લીટર દૂધ આવતું હોય તે પણ શંકા ના ડાયરામાં છે પરંતુ સરવાળે દૂધધારા ડેરીમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો પણ તેઓએ કરી પોતાની પેનલ જીતીને આવનાર સમયમાં દૂધધારા ડેરીમાં થતા ભ્રષ્ટાચારોને ખુલ્લા ફાળશે તેઓ પણ આસવાદ વ્યક્ત કર્યો છે.
પ્રકાશ દેસાઈ અને જીગ્નેશ પટેલ જ દૂધધારા ડેરીની ચૂંટણી જીતીને ડેરીમાં રાજ કરશે અને ડેરી માંથી એટલે કે સહકારી મંડળી માંથી ભ્રષ્ટાચારનું ભૂત કાઢીને સહકારી ક્ષેત્રનું શુદ્ધિકરણ લાવવું છે અને થશે આવનાર સમયમાં દૂધધારા ડેરીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ અપક્ષ પેનલ ઊભી કરનારે કહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે દિગગજો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જેનું પરિણામ ૨૦ મી સપ્ટેમ્બરે આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.જોકે પરિણામ બાદ પણ તેના પડઘા પડઘાતા રહેશે જેથી નવા રાજકીય સમીકરણો પણ રચાશે.







