અંકલેશ્વર નજીકથી ગેરકાયદેસર કોલસાના મોટા જથ્થો સાથે પાંચ આરોપીઓની અટકાયત

SHARE:

ભરૂચ,

ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના આદેશને પગલે પાનોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે.અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેટ-2 માંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઈન્ડોનેશિયન (ઈમ્પોર્ટ) કોલસાનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.દેસાઈ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2ના પ્લોટ નંબર 6 અને 7ના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઈન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.આ દરમ્યાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા.સાથે જ કોલસો ભરેલા ત્રણ ડમ્પર,એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા.આ પાંચેય વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.પોલીસે આ રેડમાં કુલ 54,31,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મુદ્દામાલમાં ગોડાઉનમાં પડેલો અંદાજે 95 ટન કોલસો,ત્રણ ડમ્પરમાં ભરેલો 108.68 ટન કોલસો, ત્રણ ડમ્પર વાહનો અને એક જોન ડીયર કંપનીનું લોડર મશીન સામેલ છે. પોલીસે હાજર મળી આવેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ, આકાશ ગંગાદીન રાજપૂત, કવલજીતસિંગ સુભેગસિંગ, કુલવેન્દ્રસિંગ જસવંતસિંગ અને સુગંધકુમાર સુરેશસિંગનો સમાવેશ થાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!