ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી જીત્યા પછી ઘનશ્યામ પટેલનું ભાજપાના રાજકારણમાં રાજકીય કદ વઘી ગયું!

SHARE:

– ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની  પેનલનો ઝળહળતો વિજય થતા ભરૂચ નર્મદામાં વિજ્યોત્સવ

– ભાજપ સામે ભાજપની લડાઈ લડનારા ભાજપાના ત્રણ નેતાઓ સુનિલ પટેલ,પ્રકાશ દેસાઈ, અરુણસિંહ રાણાની રાજકીય કારકિર્દી સામે ઉભો થયો પ્રશ્નાર્થ

– ડેરીની ચૂંટણી જીતીને ઘનશ્યામ પટેલ ભરૂચ લોકસભાના ભાજપા મજબૂત ઉમેદવાર તરીકે ચોક્કસ ઉપસી આવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચ દૂધધારા ડેરીમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરનારા ચેરમેન ઘનશ્યામ પટેલની ડેરીની ચૂંટણીમાં તેમની પેનલની જીત થતા ભાજપનો ફરી એકવાર ઊંચો સાબિત થયો છે.જયારે ભાજપના જ દિગ્ગજ નેતા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના વિરોધ અને વિરોધી પેનલની કારમી હાર થતા ભાજપની નાવમાં સામા પ્રવાહે તરવા જતા ડૂબી જવાનો વારો આવ્યો હતો.કુલ 15 બેઠકો પૈકી ઘનશ્યામ પટેલ સહીત તેમની પેનલના 10,અરુણસિંહ રણાની પેનલના 2 અને મહેશ વસાવાના 3 અપક્ષ ઉમેદવારોનો વિજય થતા ઘનશ્યામ પટેલે દૂધધારા ડેરીના સત્તાના સૂત્રો કબ્જે કરી લીધા છે.

900 કરોડનું ટર્ન ઓવર ધરાવતી ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે દિગ્ગજ આગેવાનોમાં કાંટે કી ટકકર જોવા મળી હતી.ડેરીમાં છેલ્લા 17 વર્ષથી સાશન કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા મેદાને આવ્યા હતા પણ ઘનશ્યામ પટેલ સામે તેઓ ટકી શક્યા નહી.આ ચૂંટણીએ સાબિત કરી આપ્યું કે ભરૂચ નર્મદા બન્ને જિલ્લામાં સહકારી ક્ષેત્રનું રાજકારણ હોય કે ભાજપા પાર્ટીનું રાજકારણ હોય ઘનશ્યામ પટેલને હરાવવા એટલે લોખંડના ચણા ચાવવા બરાબર છે.

ઘનશ્યામ પટેલે આડકતરી રીતે એવો મેસેજ આપી દીધો છે કે વિરોધ કરનારને ભાજપમાં સ્થાન નથી. આગામી દિવસોમાં અરુણસિંહ રણાની રાજકીય કારકિર્દીને નુકસાન થાય તો નવાઈ નહીં.આગામી દિવસોમાં પ્રકાશ દેસાઈ,અરુણસિંહ રણા પર પાર્ટીની બાજ નજર રહેશે.

નર્મદા સુગરના રાજકારણમાં સતત વિરોધ કરનારા સુનિલ પટેલને ઘનશ્યામ પટેલે કળથી હારની

થપાટ આપીને વળતો જવાબ આપી દીધો છે.સુનિલ પટેલનું ભાજપા માંથી પત્તુ કપાઈ ગયું છે.ત્યારે હોળીનું નાળિયેર બનેલા સુનિલ પટેલના રાજકીય કારકિર્દીને પણ નુકસાન થયું છે.અન્ય ભાજપાના વિરોધ કરનાર નેતાઓએ પણ આમાંથી બોધ પાઠ લેવાની જરુર છે.

ડેરીની ચૂંટણી જીતીને ઘનશ્યામ પટેલ ફરી એકવાર સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા સાબિત થયા.છે.એટલું જ નહીં ભરૂચ નર્મદાના સહકારી ક્ષેત્રના ભીષ્મ પીતામહ સાબિત થયા છે.દિલીપસિંહ દાદા પછી સહકારી ક્ષેત્રમાં કાઠું કાઢનાર દિગ્ગજ નેતા તરીકે ઘનશ્યામ પટેલનો જોટો મળવો હવે મુશ્કેલ જણાય છે.

ભરૂચ નર્મદાના રાજકારણમાં દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવેલા ભાજપા પાર્ટીના અને જનતાના લોકપ્રિય નેતા ઘનશ્યામ પટેલનું ભાજપાના રાજકારણમાં રાજકીય કદ વઘી ગયું છે.આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલ ભલે ટિકિટ નહીં માંગે પણ પોતાની મજબૂત દાવેદારી અત્યારથી જ પાક્કી કરી દીધી છે.ઘનશ્યામ પટેલ ભરૂચ લોકસભાના ભાજપા મજબૂત ઉમેદવાર તરીકે ચોક્કસ ઉપસી આવ્યા છે.શાંત,ઠરેલ,કરતૃત્વવાન, વિકાસના કામો સાથે પાર્ટીને અને સંગઠનને મજબૂત કરનારા કદાવર મજબૂત નેતા તરીકે ઘનશ્યામ પટેલ લાંબા સમય સુધી પ્રજાને યાદ રાખશે.ઘનશ્યામ પટેલે મતદારોનો આભાર માન્યો હતો અને ડેરીના વિકાસમાં પોતાનું પૂરું યોગદાન અને કુશળ વહીવટની ખાત્રી આપી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!