– ઈન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ માં ગણી પગારની માંગ
ભરૂચ,
ભરૂચમાં આશા કર્મચારી સંઘ દ્વારા ઈન્સેન્ટીવ પ્રથા પર કામ કરતી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને વર્ગ-૪ માં ગણી પગાર અને ભથ્થા આપી લઘુતમ વેતન આપવાની માંગ સહિતની પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશાબહેનો અને આશા ફેસેલીટર બહેનોને કાર્ય કરે છે.હવે કેન્દ્ર સરકારનો ઓનલાઈન પ્રોજેકટ આવ્યો છે તેમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે,તો બધી આશાબહેનો કે આશા ફેસેલીટર બહેનોની પરીસ્થિતી સરખીના હોય એમની પાસે સારા મોબાઈલ પણ ન હોય તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનીંગ અપાવવાની માંગ કરવામાં આવી છે.આ સાથે જ લધુતમ વેતન ફિકસ પગાર કરી આશા બહેનો અને આશા ફેસેલીટર નો વર્ગ-૪ માં સમાવેશ કરે એવી માંગ કરવામાં આવી છે.જો માંગ નહીં સંતોષવામાં આવે તો હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.




