સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં ભારે ભીડ : દેશભરનાં અને વિદેશી પર્યટકોનું આકર્ષણ

SHARE:

(જ્યોતિ જગતાપ, રાજપીપલા)

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી વેકેશન દરમ્યાન એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશનાં પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં ભારે ભીડમાં દેશભરનાં અને વિદેશી પર્યટકોનું આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે.

સરદાર પટેલની 150મી જન્મજયંતિએ ‘રાષ્ટ્રીય એકતા દિવસ ’ની તડામાર તૈયારીઓ લાઈટિંગ -શણગાર વચ્ચે દેશ-વિદેશથી આવેલા પર્યટકો એકતા નગરનાં સૌંદર્ય અને ઊભી કરાયેલ વ્યવસ્થાથી મંત્રમુગ્ધ બની રહ્યાં છે.

આફ્રિકાથી મુલાકાતે આવેલા મમતા કોટકે જણાવ્યું કે, “હું અહીં બીજી વાર આવી છું પરંતુ આ વખત હું મારા ફેમિલી સાથે આવ્યા છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક અદભૂત એકતાનગર સ્થળ બનાવ્યું છે.અહીંનાં વિવિધ પ્રકલ્પો પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મહિલાઓ દ્રારા ચલાવાતી ઈ-પિંક રિક્ષા જોઈ ખૂબ હું પ્રભાવિત થઈ છું.મોદીની દીર્ઘદ્રષ્ટિથી મહિલાઓ સ્વાવલંબી બની છે તે બાબત ખૂબ ગર્વની છે.”તેમણે ઉમેર્યું કે, “સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ભાગરૂપે યોજાનાર એકતા પરેડની પ્રેક્ટિસ જોઈને અનોખી અનુભૂતિનો અનુભવ અમારો રહ્યો.મેં મેઝ ગાર્ડન અને વેલી ઑફ ફ્લાવરની પણ મુલાકાત લીધી અને આ ક્ષણો મને જીવનભર યાદગાર બની રહેશે.”વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ખુબ જ ગર્વ અનુભવીએ છીએ.

ગુજરાતનાં સુરતથી ફેમિલી સાથે આવેલા પર્યટક રોહિતે જણાવ્યું કે “આ સ્થળ ભવ્યથી ભવ્ય અતિ સુંદર બનાવવામાં આવ્યું છે.અહીં અમને કોઈ અગવડતા પડી નથી, ખુબ મઝા આવી સ્વચ્છતા અને સુવિધા ઉત્તમ છે.તંત્ર તરફથી પણ ઉત્તમ સાથ સહકાર મળી રહ્યો છે.સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ ખૂબ જ તડામાર રીતે ચાલી રહી છે.ગુજરાતીઓએ ખાસ કરીને આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી જોઈએ જેથી બાળકોને સરદાર પટેલનાં કાર્ય અને જીવન કવન વિશે જાણવા મળે.”દિવાળી વેકેશનને પગલે એકતા નગરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક યોજાનારી એકતા પરેડની પ્રેકટીસ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!