best news portal development company in india

જંબુસરના ભાણખેતર સીમ માંથી પોલીસે ૬ જુગારીઓને ઝડપી પાડ્યા : એક વોન્ટેડ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જિલ્લા પોલીસની દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને શોધી કાઢવાની સૂચનાઓના ભાગરૂપે જંબુસર પોલીસે ભાણખેતર ગામની સીમમાંથી જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાની સૂચનાના આધારે, I/C નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલી જંબુસર વિભાગના માર્ગદર્શન હેઠળ જંબુસર પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર વી.કે.ભુતિયાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.આ દરમ્યાન અ.પો.કો. ઉમંગભાઈ હરીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાણખેતર બસ સ્ટેન્ડની પાછળ નર્મદા કેનાલ પાસે બાવળીયાની ઝાડીમાં આવેલ ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો.આ સ્થળે પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જેમાં (૧) રફીક ઉર્ફે કાલુ ગુલામ શેખ (ઉ.વ.૩૨), રહે. જંબુસર, કોઠીયાની વાડી (૨) ઈશ્વર કાલીદાસ વાઘેલા (ઉ.વ.૨૮), રહે.જંબુસર,જલાલપુરા (૩) બસીર સુલેમાન પટેલ (ઉ.વ.૩૬), રહે.જંબુસર (૪) કોઠીયાની વાડી કસ્બા રવિ કાલીદાસ વાઘેલા (ઉ.વ.૨૮), રહે.જંબુસર, રૂઢ તલાવ (૫) ગોપાલ મોહન વાઘેલા (ઉ.વ.૨૯), રહે.જંબુસર, રૂઢ તલાવ (૬) રાહુલ મેલાભાઇ વાઘેલા (ઉ.વ.૨૨), રહે. જંબુસર,જલાપુરા તમામ પકડાયેલા આરોપીઓ મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા ૧૯,૫૬૦,મોબાઈલ નંગ-૦૪ કિં.રૂ. ૨૩,૦૦૦.અને બે મોટર સાયકલ કિ.રૂ.૧,૨૫,૦૦૦ મળીને કુલ્લે રૂ.૧,૬૭,૫૬૦ નો  મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં તૌસીફ સિકંદર મલેક (રહે.જંબુસર કોઠીયાની વાડી) ને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે.જંબુસર પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!