ભરૂચ SOG પોલીસની મોટી સફળતા : અંકલેશ્વરની રોયલ એકેડમીની આડમાં ચાલતા દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું

SHARE:

– ધો.૧૦,૧૨ અને ITI ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા હોવાની મળી હતી પોલીસને માહિતી

– ડુપ્લીકેટ ૨૧ માર્કશીટ મળી ૪૫ હજારના મુદ્દામાલ સાથે જયેશ પ્રજાપતિની અટકાયત

– દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાની આરોપીની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત

– ૮૭૫૦૯૮૬૩૭૩ ના મોબાઈલ ધારક દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

ભરૂચ,

ભરૂચ SOG પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.જેમાં દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો નો વેપાર કરતા એક ઈસમની અટકાયત કરી ૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી દિલ્હી ખાતે બનાવનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી હતી.

ભરૂચ SOG પોલીસ તેઓની એ.ટી.એસ ચાર્ટ મુજબની કામગીરી કરી રહી હતી તે દરમ્યાન એક ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન તેઓને બાતમીદાર થી માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ હેપ્પી કોમ્પલેક્ષમાં આવેલ રોયલ એકેડમી કોમ્પુટર ક્લાસીસની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો મળી રહ્યા છે.જે બાતમીના આધારે ટીમ દ્વારા રેડ કરતા એકેડમી માં હાજર મળી આવેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ જયેશ કિશન પ્રજાપતિ રહે.ગાર્ડનસિટી,કોસમડી અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે વધુ તપાસ કરતા ઘટના સ્થળેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકેન્ડરી એજ્યુકેશ,મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ડિરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગ ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર તથા સેકેન્ડરી સ્કૂલ એક્ઝામિશન – ૨૦૨૧ સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અલગ અલગ કુલ ૨૧ ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો મળી આવ્યા હતા.જેથી પોલીસે વધુ તપાસ હાથધરી ક્લાસીસ માંથી એક કોમ્પ્યુટર,કલર પ્રિન્ટર અને મોબાઈલ મળી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેની અટકાયત કરી હતી.પોલીસે આરોપી જયેશ પ્રજાપતિની પૂછપરછ કરતા તે દિલ્હીના ઈસમ પાસેથી આ ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્રો બનાવતો હતો અને એક માર્કશીટના તે ૭,૫૦૦ ચૂકવતો અને અને અહીં તે એક માર્કશીટ વિદ્યાર્થીઓને ૧૫,૦૦૦ માં વેચાણ કરી સમગ્ર કૌભાંડ આચરતો હતો.જેથી પોલીસે દિલ્હીના ઈસમ જેનો મોબાઈલ નંબર ૮૭૫૦૯૮૬૩૭૩ ન ધારક ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ SOG પોલીસે દેશવ્યાપી ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડી ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી અને દિલ્હીના મોબાઈલ નંબર ધારકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવા સાથે છેલ્લા સમયથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલતું હતું?અત્યાર સુધીમાં કેટલી બનાવી છે?ક્યાં ક્યાં તેનું વેચાણ કરાયું છે? તેમજ આ ડુપ્લીકેટ માર્કશીટ પર લોકો સરકારી કે ખાનગી જગ્યાએ નોકરી મેળવી રહ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!