આમોદ નગર પાલિકામાં કચરા સાથે સફાઈની રજુઆત કરવા ગયેલા કોંગ્રેસ યુવા પ્રમુખ સામે ગુનો દાખલ

SHARE:

– કોગ્રેસ યુવા પ્રમુખે સેનેટરી ઈન્સ્પેકટર સાથે ઉગ્રતા દાખવતા સરકારી કામમાં દખલગીરી અને જાનથી મારી નાખવાની ધમકીની નોંધાઈ ફરીયાદ

– કોગ્રેસના યુવા પ્રમુખ સફાઈ અને ડી.ડી.ટી પાવડર મુદે ઉગ્ર રજુઆત કરતાં સેનેટરી ઈન્સ્પેકટરે નોંધાવી પોલીસ ફરીયાદ

ભરૂચ,

આમોદ નગર પાલિકા મારખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે નગરજનો રજુઆત કરતાં હોય પરંતુ કોગ્રેસના યુવા પ્રમુખે સેનેટરી ઈન્સ્પેકટરને સફાઈ અને ડી.ડી.ટી પાવડર છટકાવ મુદે ઉગ્ર રજુઆત કરતાં આખરે સેનેટરી ઈન્સ્પેકટર કોગ્રેસના યુવા પ્રમુખ સામે  સરકારી કામમાં દખલગીરી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની પોલીસ ફરીયાદ નોધાવી છે.તો સેનેટરી ઈન્સ્પેકટર સામે પણ કોગ્રેસ યુવા પ્રમુખે લેખિત અરજી કરો હોવાની માહિતી મળી રહી છે.

આમોદ પોલીસ મથકમાં આમોદ નગર પાલિકાના સેનેટરી ઈન્સપેકટર હિતેશ અંસારીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરીયાદી તા.૧૧/૧૧/ર૦રપના રોજ રાબેતા મુજબ પાલિકામાં પોતાની ફરજ ઉપર આવ્યા હતા અને તે દરમ્યાન બપોરના સમયગાળા દરમ્યાન કેતન હિરાભાઈ મકવાણા મૌખિકમાં રજુઆત કરવા આવેલા અને તેઓએ કહેલ કે વણકર વાસમાં રામદેવ પીર મંદિર પાસે પાણીની પાઈપલાઈન લીંક છે તેને કયારે રીપેર કરશો તેમ જણાવતાં ફરીયાદીએ અન્ય અધિકારીનો સંપર્ક કરવા કહયું હતું જેથી કેતન મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા અને જોર જોરથી બોલવા લાગેલ અને ફરીયાદીની ફેટ પકડી લેતા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વિડીયો પણ વાયરલ થયા હોય જેથી કેતન મકવાણાએ સરકારી કામમાં દખલગીરી અને ફરજ પરના સેનેટરી ઈન્સ્પેકટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

તો સામે આમોદ જંબુસરના કોગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણાએ પણ હિતેશ અંસારી સેનેટરી ઈન્સ્પેકટર સામે પોલીસમાં અરજી આપી છે જેમાં તેને આક્ષેપ કર્યા છે કે અમારા આમલીપુરા વણકરવાસ ફરીયામાં ગંદકી બાબતે અને પાણી બાબતે છેલ્લા ૧પ દિવસથી રજુઆત કરીએ છીએ અને તે બાબતની રજુઆત કરવા આવ્યા હતા અને એક નાગરીક તરીકે અમારો અધિકાર છે કે અમો રજુઆત કરીએ પરંતુ નગર પાલિકાના અન્ય ભ્રષ્ટાચાર ખુલ્લા ન પડી જાય અને અમને દબાવવાના હેતુથી સેનેટરી ઈન્સ્પેકટરે ખોટી ફરીયાદ કરી અને અમને પણ તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમોએ પણ આમોદ પોલીસ મથકમાં અરજી આપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!