ભરૂચ,
ભારતની સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી, NTPC લિમિટેડને સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (SHRM) ઈન્ડિયા દ્વારા આયોજિત SHRM HR એક્સેલન્સ એવોર્ડ્સ ૨૦૨૫માં ચાર પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે.૧૩ નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત આ સમારોહમાં, એવી સંસ્થાઓને માન્યતા આપવામાં આવી હતી જે લોકોને તેમની સફળતાના કેન્દ્રમાં રાખે છે, માનવ સંસાધન વ્યવસ્થાપનમાં નવીનતા અને શ્રેષ્ઠતાને આગળ ધપાવે છે.
NTPC જાહેર ક્ષેત્રના સાહસો (PSE) શ્રેણીમાં ગૌરવપૂર્ણ વિજેતા તરીકે ઉભરી આવ્યું હતું જેમાં સી. કુમાર, કાર્યકારી નિર્દેશક (HR) અને રચના સિંહ ભાલ, કાર્યકારી નિર્દેશક (સ્ટ્રેટેજિક HR અને ટેલેન્ટ મેનેજમેન્ટ) તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કંપની વતી એવોર્ડ મેળવ્યા હતા.
કંપનીને ઉભરતા નેતાઓ વિકસાવવા, HR ટેકનોલોજીનો લાભ લેવા, શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા અને સમુદાય પર અર્થપૂર્ણ અસર કરવા માટે તેની ઉત્કૃષ્ટ પહેલ માટે માન્યતા આપવામાં આવી હતી.
SHRM HR એક્સેલન્સ એવોડ્સ, જે એક પ્રખ્યાત જ્યુરી દ્વારા નક્કી કરવામાં આવે છે, તે એવી સંસ્થાઓની ઉજવણી કરે છે જે ભવિષ્ય-કેન્દ્રિત, લોકો-પ્રથમ પ્રથાઓ માટે બેન્ચમાર્ક સેટ કરે છે. આ માન્યતા NTPC ના “People before PLF” ના માર્ગદર્શક ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે, જે કંપનીની HR નીતિઓ અને તેના સમગ્ર કામગીરીમાં પહેલને આધાર આપે છે.
NTPC લિમિટેડ ભારતની વીજળી જરૂરિયાતોના એક ચતુર્થાંશ ભાગનું યોગદાન આપી રહી છે અને તેની સ્થાપિત ક્ષમતા 84,849 MW છે.જેમાં બાંધકામ હેઠળ 30.90 GW ની વધારાની ક્ષમતા છે.જેમાં 13.3 GW નવીનીકરણીય ઊર્જા ક્ષમતાનો સમાવેશ થાય છે કંપની 2032 સુધીમાં 60 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.જે ભારતના નેટ ઝીરો લક્ષ્યોને મજબૂત બનાવે છે.થર્મલ, હાઇડ્રો, સૌર અને પવન ઉર્જા પ્લાન્ટ્સના વૈવિધ્યસભર પોર્ટફોલિયો સાથે, NTPC રાષ્ટ્રને વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ વીજળી પહોંચાડવા માટે સમર્પિત છે.કંપની શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્ય માટે સ્વચ્છ ઉર્જા તકનીકોને અપનાવવા માટે પ્રતિબદ્ધ છે.
વીજ ઉત્પાદનની સાથે, NTPC એ વિવિધ નવા વ્યવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે,જેમાં ઈ-મોબિલિટી, બેટરી સ્ટોરેજ, પપ્ડ હાઈડ્રો સ્ટોરેજ, વેસ્ટ-ટુ-એનર્જી, ન્યુક્લિયર પાવર અને ગ્રીન હાઈડ્રોજન સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.




