– ભૂસ્તર વિભાગ દ્વારા ૨૫ જેટલા વાહનો જપ્ત કરી ૫.૫૦ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી ૪૨ લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના અન્ય નર્મદા કાંઠા વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે રેતી તેમજ અન્ય ખનીજનું બે રોકટોક ખનન અને વહન થઈ રહ્યું છે.ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર મળતી ફરિયાદોના આધારે રેડ કરી વાહનો તેમજ શંકાસ્પદ લીઝો સીઝ કરવામાં આવે છે.ભરૂચ જિલ્લા કલેકટરની સુચન અન્વયે ભુસ્તરશાસ્ત્રી, ભરૂચ દ્વારા ભુસ્તરશાસ્ત્રી,ભરૂચ ક્ષેત્રિય તથા ફલાઈંગ સ્ક્વોડ, ગાંધીનગર તથા ફ્લાઈંગ સ્ક્વોડ સુરત સાથે આયોજન કરી તેઓની ક્ષેત્રિય ટીમો સાથે ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત ખનન વહન સંગ્રહ નિવારવા વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરેલ. જેમાં ઝઘડિયાના પાણેથા ઉમલ્લા રોડ,રાજપારડી ઝઘડિયા રોડ,અંકલેશ્વર વિસ્તાર ખાતેથી આકસ્મિક રીતે સાદી રેતી,હાર્ડ મુરમ,બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતાં કુલ ૧૮ ડમ્પર ટ્રક વાહનો પકડી આશરે રૂ.૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ.જેની વિગતો ડમ્પર ટ્રક નં.(૧) GJ 19 X 4230 (૨) GJ 19 Y 6324 (૩) GJ 26 T 6300 (૪) GJ 16 W 9235 (૫) GJ 16 AU 5763 (૬) GJ 16 Z 2154 (૭) GJ 17 XX 1536 (૮) GJ 16 AU 3080 (૯) GJ 16 AV 3597 (૧૦) GJ 17 TT 7331 (૧૧) GJ 16 AV 9578 (૧૨) GJ 16 AW 8993(૧૩) GJ 05 BU 1974 (૧૪) GJ 16 Z 9824 (૧૫) GJ 05 BX 7465 (૧૬) GJ 16 AY 7767 (૧૭) GJ 16 AU 2696 (૧૮) GJ 16 AV 6011 મુજબ છે.જે અન્વયે સંકળાયેલ વાહનો માલિકો સામે દંડકીય કાર્યાવાહી કરી કુલ રકમ રૂ.૩૩.૯૯ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. વધુમાં તા.૧૭.૧૧.૨૫ ના સોમવારે કાંસિયા, તા.અંકલેશ્વર ખાતે ખનીજના બિનઅધિકૃત ખનનવહન અંગેની ફરિયાદ અન્વયે ભુસ્તરશાસ્ત્રી, ભરૂચની સુચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી, ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદીમાટી ખનીજ અંગેનું બિનઅધિકૃત ખનન પકડાયેલ તથા બિનઅધિકૃત ખાણકામ સાથે સંકળાયેલ કુલ ૫ વાહનો પકડી કુલ ૧.૫૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ તથા સંકળાયેલ વાહનો અંગે કુલ ૦૭.૪૫ લાખની દંડકીય કાર્યવાહી કરવામાં આવેલ તેમજ સ્થળે ખાણકામ અંગેની માપણી હાથ ધરવામાં આવેલ.જે હાથ ધરેલ તપાસની વિગતોએ આગળની નિયમોનુસારની કાર્યવાહી ચાલુમાં છે.તેમજ તા.૧૨.૧૧.૨૫ ના રોજ મોજે.કરજણ તા.જી.ભરૂચ ખાતે સાદી માટી ખનિજના બિનઅધિકૃત ખનન અને વહનની ફરિયાદ અન્વયે ભુસ્તરશાસ્ત્રી,ભરૂચની સુચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન કરતાં પકડાયેલ ૧ ડમ્પર ટ્રક અને ૧ લોડર મશીનરી પકડી કુલ ૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી જપ્ત કરવામાં આવેલ.તેમજ બનાવવાળા સ્થળે ખાણકામ અંગેની માપણી હાથ ધરવામાં આવેલ.જે હાથ ધરેલ તપાસની વિગતોએ આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ ચાલુમાં છે.




