પ્રદેશ માંથી આદેશ આવ્યો અને ભરૂચ કોંગ્રેસે દારૂબંધી અને મહિલાઓની સુરક્ષાના અમલીકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું

SHARE:

– ઉચ્ચ અધિકારીઓ હાજર નહીં મળતા પીઆઈને આવેદનપત્ર આપી સંતોષ માણ્યો
– કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ મેળવા પૂરતું આવેદનપત્ર પાઠવ્યું હોય તેમ આવ્યા અને ગયા
– પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી
ભરૂચ,
પ્રદેશ કોંગ્રેસની સૂચનાને અનુસરી ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લામાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાનો કડક અમલીકરણ થાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પીઆઈને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો કે ગુજરાતએ ગાંધીજીના મુલ્યો અને વિચારોએ હંમેશા વરેલું રહ્યું છે. મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાલકને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારએ કડક કાયદાકીય જોગવાઓ કરી હતી. ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.ગુજરાત દારુ-ડ્રગ્સનું પ્રવેશ દ્વારા તો બન્યું જ છે પરતું હવે નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે તે અત્યંત ચિંતાજનક બાબત છે.ગુજરાત દરરોજ ક્યાંકથી લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહ્યો છે.મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે.જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં સો ઘણી ઘૂસણખોરી થાય છે.રાજ્યમાં દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઈ ગઈ છે.હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે.સામાન્ય બાબત બની રહી છે.
છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન છે.ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડયું છે. ‘ઉડતા ગુજરાત’ એ ભાજપની ‘ગીફ્ટ’ છે. બેફામ દારૂ-ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે.ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે.રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નથી.છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રામાં પકડ થઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. પક્ષે જણાવ્યા મુજબ રાજ્યમાં ૯૩,૬૯૧ કિલો ડ્રગ્સ, ૨,૨૨૯ લીટર પ્રવાહી ડ્રગ્સ અને ૭૩,૧૬૩  ડ્રગ્સ ઈન્જેક્શન પકડાયા છે.વર્ષ ૨૦૨૦ – ૨૪  દરમ્યાન ૧૬,૦૦૦ કરોડના ૧૯ કિસ્સા બહાર આવ્યા છે, છતાં એકપણ દોષિતને સજા થઈ નથી જે ચિંતાજનક બાબત ગણાઈ રહી છે.ભરૂચ જિલ્લા કોંગ્રેસ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે. એટલું જ નહીં, નશાના વિરોધમાં વર્ષોથી કાર્યરત ૭૫ થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ પણ સરકારે બંધ કરી દીધી છે, જેના કારણે દારૂ–ડ્રગ્સના દૂષણ સામેની લડત નબળી પડી છે. પરિણામે રાજ્યમાં અનેક મહિલાઓ વિધવા બની રહી છે, દીકરીઓ અસુરક્ષિત છે અને યુવાનોનું ભવિષ્ય નશાની લતથી બરબાદ બની રહ્યું છે.
આવેદનપત્ર આપવાના કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના પ્રતિનિધિઓ જીલ્લા પોલીસવડાને મળવા ગયા હતા પરંતુ તેઓ હાજર મળ્યા ન હતા.જોકે  કોંગ્રેસે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીને બદલે એલસીબી પીઆઈ એમ.પી.વાળાને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે અસંતોષ સાથે આવેદનપત્ર પાઠવી સંતોષ માણ્યો હતો.
દારૂબંધી–નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જડમૂળથી બંધ કરાવવા આવેદનપત્ર માં જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી,વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ,તાલુકા પ્રમુખ મકબૂલ અભલી,શહેર મહિલા પ્રમુખ હુસૈનાબાનું હાફેજી,કોંગ્રેસી આગેવાન ઝુબેર પટેલ સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!