ભરૂચમાં ખાનગી શાળાઓની મનમાની : સ્કુલના ડ્રેસ મુજબ ઠંડીમાં ચોક્કસ રંગ,પ્રકાર તેમજ લોગો વાળા સ્વેટર પહેરવા દબાણકર્તા યોગી પટેલ દ્વારા રજૂઆત

SHARE:

– સામાજીક કાર્યકર્તા યોગી પટેલ દ્રારા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત કરાઈ : મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવા માંગ

– સ્વેટર પહેરવાને લઈને શિક્ષણ કચેરીએથી પરિપત્ર જાહેર કરવા માંગ

ભરૂચ,

હાલ જ દિવાળી વેકેશન પુરુ થતાજ ભરૂચ જીલ્લાની ઘણી ખાનગી શાળાઓ દ્વારા મનમાની કરાતી હોવાનું સામે આવી રહ્યું છે.શિયાળાની શરૂઆત હોય જેથી ઠંડીનો ચમકારો પણ હોય ત્યારે વિદ્યાર્થીઓ ઠંડીથી બચવા માટે સ્વેટર અથવા કોઈ ગરમ કપડું પહેરવું અનિવાર્ય હોય છે.ત્યારે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું ચોક્કસ પ્રકારનું અથવા શાળાના નામ અને લોગો વાળું સ્વેટર ફરજિયાત પહેરવાનું દબાણ કરી રહ્યા છે.સાથે શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ સ્થળેથી જ સ્વેટર ખરીદી કરવા માટે મજબૂર કર્યા છે.જે બજાર કિંમત કરતા વધુ કિંમતની ખરીદી કરી રહ્યા છે.જેથી આર્થિક ભારણ પર પડી રહ્યું છે જે સરકારના નિયમની વિરુદ્ધ શાળાઓ કાર્ય કરી રહી છે.

ખાનગી શાળા દ્વારા કરવામાં આવતુ આ દબાણ કેટલું યોગ્ય છે? શાળા સંચાલકોને રંગથી મતલબ છે કે પછી બાળકોને ઠંડીથી બચાવવા? શું તે બાળકોના સ્વેટરના રંગથી મતલબ છે કે પછી બાળકોને સારૂ શિક્ષણ મળે એમનું? શું રંગબેરંગી અથવા તો કોઈ વિદ્યાર્થી ગરમ કપડું પહેરીને સ્કુલમાં જશે તો તે ભણશે નહિ?સ્કુલના ડ્રેસ મુજબ પહેરશે તો જ ભણશે?કોઈપણ રંગનું સ્વેટર બાળકો પહેરશે તો શાળાઓમાં શિક્ષણ ઓછું મળવાનું છે?શિક્ષણ સાથે સ્વેટરના રંગને શું લેવા દેવા..? દર વર્ષે શાળાઓની દાદાગીરી  કેમ વાલીઓએ શહન કરવાનું..? દર વર્ષે શાળાઓ માટે સ્વેટરનો ખર્ચ અલગથી વાલીઓ દ્વારા કરવાનો? આ બાબતે વિદ્યાર્થી અને વાલી હિતમાં સામાજીક કાર્યકર્તા યોગી પટેલ દ્રારા આવી શાળાઓ પર કડક પગલા ભરો તેમજ આપની કચેરીથી એક પરિપત્ર જાહેર કરો કે બાળક ઠંડીથી બચવા કોઈ પણ પ્રકારનું સ્વેટર અથવા ગરમ વસ્ત્ર પહેરી શકશે તેમજ શાળાઓ દ્વારા કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવે નહીં એમાટે આવેદન સ્વરુપે જીલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

તો બીજી તરફ શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી નથી.જેથી શિક્ષણાધિકારી ની કચેરીએ પરિપત્ર બહાર પાડ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ પ્રમાણે કોઈપણ બાળકને ફરજીયાત પણે કોઈ ખાસ દુકાન કે તેમની શાળા માંથી ખાસ કલર કે લોગો વાળા સ્વેટર પહેરવા ફરજ પાડવી નહીં.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!