આમલેથા વિસ્તાર માંથી એક્સ્પ્લોઝીવની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ

SHARE:

– ખાખી કલરના ૨૨ પુંઠાના શિલબંધ બોક્ષમાં જીલેટીન સ્ટીક તથા સેફ્ટી ફ્યુઝ(જામગ્રીની દોરી) તથા એલ્યુમેનિયમ ડીટોનેટર મળી કુલ
મુદામાલ કિં.રૂ. ૫,૪૧,૭૪૫ના એક્સ્પ્લોઝીવ મુદ્દામાલ ઝડપાયો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલની સૂચનાથી આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી ને બાતમી મળેલ કે, એક બંધ બોડીનો ટાટા કંપનીનો ૭૧૨ મોડલ વાળો ટેમ્પો રજી.નં GJ-19-Y-8905માં એક્સપ્લોઝીવને લગતોસામાન હેરાફેરી કરવાની કોઈપણ જાતની મંજુરી વગર નસવાડીથી નિકળી ખામર આમલેથા થઈ રાજપારડી ખાતે જનાર છે. જે ચોક્કસ બાતમી અનુસંધાને આમલેથા પોલીસ સ્ટેશન નજીક વાહનચેકીંગ કરી બાતમી હકીકત વાળી ટેમ્પોને પકડી પાડી. તેના ડ્રાઈવર મહાવીર રતનદાસ બૈરાગી,હાલ રહે.રૂમ નં.૧, શ્રી દર્શન એપાર્ટમેન્ટ, પોસ્ટ ઓફીસની પાછળ, અલ્કાપુરી રાજપારડીને ટેમ્પોમાં રાખેલ ખાખી કલરના ૨૨ પુંઠાના કંપની શિલબંધ બોક્ષમાં જીલેટીન સ્ટીક 198તથા સેફ્ટી ફ્યુઝ(જામગ્રીની દોરી) તથા એલ્યુમેનિયમ ડીટોનેટર ચાર નંગ મળી કુલમુદામાલ કિં.રૂ. ૫,૪૧,૭૪૫ના એક્સ્પ્લોઝીવ મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ એક્સ્પ્લોઝીવ એક્ટ મુજબગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!