ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનું સન્માન પ્રાપ્ત કરતી ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી શાહ

SHARE:

– વર્લ્ડ રેકોર્ડ થતા પરિવારમાં ખુશી : સર્ટિફિકેટ અને મેડલ મેળવ્યું
ભરૂચ,
ભરૂચ શહેરની ૧૭ વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
બાળપણથી જ ભગવાનમાં શ્રધ્ધા,આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહને ટેરોટ કાર્ડ પ્રત્યેનો રસ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વખતે તેની જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો.ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરવાનું સ્વપ્ન જોયું અને તેને સાકર કરવા પરિશ્રમ શરૂ કર્યો અને ૧૭ વર્ષની હતી ત્યારે તેને ટોરેટ કાર્ડ રિડિંગમાં મહેનત શરૂ કરી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નામાંકિત કરી ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડિંગનો રેકોર્ડ પ્રાપ્ત કરતા મેડલ અને સર્ટિફિકેટ મેળવતા ઈશ્વરીય અને તેના પરિવારમાં ખુશી જોવા મળી હતી.
ભારતમાં સૌથી નાની ઉંમરે રેકોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ઈશ્વરી ગોપાલ શાહનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે.વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનો નેચર,તેમની પોતાનાં દેશ–શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો છે અને ત્યાર બાદ ભારતમાં ટેરોટ કાર્ડમાં આગળ વધવાનો છે અને તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કારસભર વિચારો વિકસી શકે તે માટે તે પોતાનું યોગદાન આપશે.
ઈશ્વરી શાહે તેઓની ઉંમરના અને હાલમાં “નવી પેઢી સોશિયલ મીડિયા, મોબાઈલમાં વધુ સમય વિતાવે છે.જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઊર્જા,સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે.”અત્યારની સિદ્ધિએ ઈશ્વરી જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર,મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ સર્જી દીધો છે અને જિલ્લાનું ગૌરવ વધારનાર ઈશ્વરી શાહે સાબિત કરી દીધું છે કે ઉમર નાની હોવા છતાં મોટા સપના પણ સાકાર કરી શકાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!