અન્ય સુગર દ્વારા થતું શેરડી કટિંગ અટકાવતા ખેડૂતોએ આત્મ હત્યાની ચીમકી ઉચ્ચારી

SHARE:

– ચલથાણ સુગર ફેક્ટરી દ્વારા જ ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટીના સભાસદોની શેરડી કટિંગ કરવા માંગ
– ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોએ નોંધાવ્યો વિરોધ
– કાપણી સિઝન શરૂ થતા અચાનક અન્ય સુગર ફેકટરીઓની દખલગીરી થતા વિરોધ
ભરૂચ,
ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મ હત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદો દર વર્ષે મંડળીના મારફતે નિયમોનુસાર ચલથાણ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધ કરાવે છે.ત્યારે વર્ષ 2024-25નું વાવેતર પણ નોંધાવ્યું હતું.હાલ ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થતાં કાપણી સિઝન શરૂ થઈ હતી અને અચાનક અન્ય સુગર ફેકટરીઓની દખલગીરી થતા ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની શેરડી કટિંગ અટકાવી દીધી છે.જેને પગલે સભાસદોએ અન્ય કોઈ સુગર ફેકટરીમાં વાવેતર નોંધાવેલ નથી જેથી અન્ય સુગર કાપણી કરશે નહીં જેને કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.અને જો સુગર ફેકટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મ હત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જ્યારે ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઈ વસાવાએ અન્ય સુગર ફેકટરીના ઈસારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાના આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવા માંગણી કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!