ભરૂચ ખાતે Asmita Khelo India – Soft Tennis League નું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું

SHARE:

– વિજેતા થનાર તમામ ખેલાડીઓને મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી
ભરૂચ,
ભરૂચમાં ઝાડેશ્વરમાં આવેલ Love All Tennis Academy ખાતે અસ્મિતા ખેલો ઈન્ડિયા સોફ્ટ ટેનિસ લીગનું આયોજન તા ૬ ડિસેમ્બરના રોજ ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલા ખેલાડીઓના સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને યોજાતી આ લીગનું મુખ્ય ધ્યેય ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે મજબૂત મંચ પ્રદાન કરવાનો છે.
ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ભારૂચ રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “આ પ્રકારની લીગ ભાવિ ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે, પ્રતિભાને ઓળખવાની તક આપે છે અને રમતગમતને પ્રોત્સાહિત કરે છે.ભરૂચના ખેલાડીઓ માં ઘણું ટેલેન્ટ છે.આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા સોફ્ટ ટેનીસ રમતમાં રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા જનાર ૧૪ જેટલા ખેલાડીઓને ટ્રેકશૂટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને લાવે તેવી શુભેચ્છા આપી હતી.
તેમની સાથે ભાજપના શહેર પ્રમુખ જતિન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તથા ઝાડેશ્વરના સરપંચ કબીર વસાવા પણ વિશેષ અતિથિ તરીકે જોડાયા હતા અને યુવા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
અસ્મિતા ખેલો ઈન્ડિયા સોફ્ટ ટેનીસ લીગ ટુર્નામેન્ટ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ અને ભરૂચ એમ બે જ જગ્યા ને પસંદ કરવામાં આવેલ છે. જેમાં સુરત, વડોદરા અને ભરૂચની મહિલા ખેલાડીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ખાતે
એકેડમીના સ્થાપક મહિદીપસિંહ ગોહિલે જણાવ્યું કે લવ ઓલ ટેનીસ એકેડમી સતત યુવા પ્રતિભાઓને તકો આપવા અને તેમને વ્યાવસાયિક તાલીમ આપવા માટે પ્રતિબદ્ધ છે.
અસ્મિતા ખેલો ઈન્ડિયા જેવી પહેલ ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારોની યુવતીઓને સાબિત કરવાની તક આપે છે.
અસ્મિતા ખેલો ઈન્ડિયા સોફ્ટ ટેનિસ લીગ મેચ દ્વારા સમગ્ર જિલ્લામાં રમતગમત માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. આવનારા દિવસોમાં વધુ રોમાંચક મુકાબલાઓ યોજાશે તેવી આયોજકો દ્વારા માહિતી આપવામાં આવી.
આ ટુરનમેન્ટમાં અન્ડર-૧૫ વય જૂથમાં ખનક પટેલ પ્રથમ અને દિત્યા સોલંકી દ્વિતીય ક્રમે રહ્યં હતા,જયારે પલ ચાવડા અને આહના પટેલે અનુક્રમે તૃતીય ક્રમે રહ્યા હતા.અન્ડર-૧૭ વય જૂથમાં જીવિકા શાહ પ્રથમ અને વંશિકા દાલમિયા દ્વિતીય તથા ધર્મી પટેલ અને ખૂબી જૈન અનુક્રમે તૃતીય ક્રમે રહ્યા હતા.ઓપન કેટેગરીમાં નિષ્ઠા ત્રિવેદી (સુરત) પ્રથમ અને આર્ચિ ગોહિલ દ્વિતીય ક્રમે રહ્યા હતા.એજ કેટેગરીમાં કૃપા પટેલ અને રચના જાદવ અનુક્રમે ત્રીજા ક્રમે રહી બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.આ તમામ ખેલાડીઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!