ભરૂચ,
ભરૂચમાં ગરમીનું તાપમાન વધતા સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૦ થી વધુ દર્દીઓ સારવાર હેઠળ આવી રહ્યા છે.તો ગરમીથી બચવા એમ.ડી મેડિસિન તબીબ ગરમીથી બચવા અને કેવા પ્રકારના પીણા પીવા તેની સલાહ આપી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં ગરમીએ માઝા મૂકી છે.તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે.આકરી ગરમીને કારણે શહેર અને જીલ્લામાં બીમાર લોકોની સંખ્યા વધી રહી છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજના ૨૦ થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.
તાપમાનનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે ૪૦ થી ૪૩ ડિગ્રી સુધી તાપમાન પહોંચતા ભરૂચ શહેર અને જીલ્લાના દર્દીઓમાં માથાનો દુખાવો,ચક્કર આવવા,તાવ, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.જેમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રોજના ૨૦ થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.
ડૉ.કિરણ સી.પટેલ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ભરૂચના એમ.ડી મેડિસિન ડૉ.દીપા ઠડાનીએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. તેમણે કહ્યું હતું કે બહાર નીકળવાનું ટાળવું જોઈએ જો બહાર જવું અનિવાર્ય હોય તો સફેદ અથવા સુતરાઉ ઢીલા કપડાં પહેરવા જોઈએ.ગરમીથી બચવા પુષ્કળ પાણી પીવું જરૂરી છે.બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ન લેવો જોઈએ.ગરમીથી રાહત મેળવવા માટે નિયમિત રીતે ઠંડા પાણીના પોતા મૂકવાની સલાહ આપી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is