– રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી હેતલ પટેલ ઉપસ્થિત રહીને યુવાનોને પરીક્ષા પાસ કરવાનો રોડમેપ જણાવ્યો
રાજકોટ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટ (KDVS) દ્વારા ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં લેવાનાર પોલીસ વિભાગની કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી અંગે નિઃશુલ્ક માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજકોટ શહેર ઝોન-1 ડીસીપીશ્રી હેતલ પટેલ સાહેબે ઉપસ્થિત રહીને યુવાનોને પોલીસ ભરતીમાં સફળતા મેળવવાનો રોડમેપ જણાવ્યો હતો અને યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે પોલીસ વિભાગની ભરતી અન્વયે આ નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ઝોન-1 ડીસીપી હેતલ પટેલ ઉપસ્થિત રહીને યુવકોને પોલીસ ભરતી અન્વયે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ડીસીપી હેતલ પટેલ સાહેબે ઉપસ્થિત યુવક-યુવતીઓને પ્રેરણારૂપી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ સૌ પ્રથમ પોતાની સમક્ષતાને ઓળખવી પડશે, પોતાની જાતનું નિરીક્ષણ કરવું પડશે, પોતાની જાતને સતત ઈમ્પ્રુવ કરવી પડશે અને સાથે સતત પ્રયત્નો પણ કરતાં રહેવા પડશે.પોતાના જનરલ નોલેજમાં સતત વધારો કરતું રહેવું પડશે. આ ઉપરાંત બહાનાઓ આપવાનું બંધ કરવું જોઈએ. આ ઉપરાંત સતત પરીક્ષાઓ આપતી રહેવી જોઈએ, મોક ટેસ્ટ, પ્રેક્ટિસ અને ફિડબેક અને પોતાની જાતે નોટ્સ બનાવવા પર પણ તેઓએ ભાર મૂકવા જણાવ્યું હતું.વધુ આત્મવિશ્વાસમાં ન રહેવા પણ તેઓએ યુવાનોને કહ્યું હતું.બુદ્ધિ, મહેનત અને સાતત્યને સતત અપડેટ કરવા પણ તેમણે જણાવ્યું હતું.
આ માર્ગદર્શન સેમિનારમાં 300થી વધુ યુવક-યુવતીઓએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.આ સેમિનારમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવી રહેલા અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.આ ઉપરાંત સેમિનારમાં ટ્રસ્ટીઓ, કન્વીનરો સહિતના લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા રાજકોટના ન્યૂ માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે પોલીસ ભરતીની નવી બેચ શરૂ કરવામાં આવી છે.આ બેચમાં જોડાવવા માટે યુવાનોને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટની ઓફિસે મો.નં. 74054 69239 સંપર્ક કરવા જણાવાયું છે.




