સરકાર દ્વારા મનરેગાનું નામ બદલતા ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાવ્યા

SHARE:

– રેલ્વે સ્ટેશન સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરી રસ્તો ચક્કાજામ કરવા જતા પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું

ભરૂચ,

મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

ભાજપા સરકાર નામહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025′ એટલે કે  ‘VB-G RAM G’ (જી રામ જી) રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલ્વે સ્ટેશન ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા એક સમયે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) નું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે.વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાના નામ બલી રહ્યું છે આવનાર દિવસમાં કાયદો પણ રદ્દ કરશે.

આ વિરોધ પ્રદર્શનમાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,તાલુકા પ્રમુખ મકબૂલ અભલી,યુવા આગેવાન શેરખાન પઠાણ,શકીલ અકુજી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!