ભરૂચ,
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવાર તા.૨૨ ના રોજ ગણીત અને વિજ્ઞાનની ચિત્ર પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શનની ૨૦મી સદીના મહાન ગણીત શાસ્ત્રી શ્રીનીવાસ રામાનુજને યાદકરી એમના યોગદાનને શ્રધ્ધાજંલી આપવા માટે આજનો દિવસની ઊજવણી કરવામાં આવી હતી.આજના વિકસીત ભારતમાં સ્વદેશી ટેકનોલોજી નો ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો.આધુનીક યુગમાં ગણીત અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મુકી ગણીત અને વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામા આવ્યું હતું.આ પ્રદર્શનનીની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાઝુ ફડવાલા, મોટીવેશનલ સ્પીકર દીનેશભાઈ સેવક, સામાજીક અગૃણી ઈકબાલભાઈ ગોરી, મેહમુદભાઈ દરસોત,પ્રાયમરી અને સેકન્ડરી ના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી પ્રાયમરી અને પ્રાયમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ ત્થા અન્ય ટ્રસ્ટીગણ,સ્કુલના શિક્ષકો દ્વારા રીબીન કાપી ખુલ્લુ મુકાયું હતું.પ્રી પ્રાયમરી,પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગનાં વિદ્યાર્થીઓએ ગણીત અને વિજ્ઞાનના શિક્ષકો તેમજ કલાસ ટીચરનાં ના માર્ગદર્શન હેઠળ ગણીત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજુ કર્યા હતા.અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્વ છે.આજના દિવસ ને ગણીત દિવસ તરીકે મનાવવામાં આવે છે.આ દિવસની સમજ વિદ્યાર્થીઓ ને સ્કુલમાં ઉપસ્થીત મહેમાનો એ આપી હતી.જેવી રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનીક સી.વી.રમન દ્વારા ઈફેકટ નું સંસોધન કરવામાં આવ્યુ હતું.જેના લીધે દર વર્ષે તા. 28 ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજાવાય છે.એમજ આ ૨૨ ડીસેમ્બરના દિવસનું પણ ખબજ મહત્વ છે.આ દિવસે શ્રીનીવાસ રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત,અનંત શ્રેણીની શોધમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેની યાદમાં મનાવવામાં આવેછે.સ્કુલ દ્વારા આજ રોજ ગણીત અને વિજ્ઞાન દ્વા વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરી વાલીઓની અને ઉપસ્થીત મહેમાનોને ગણીત અને વિજ્ઞાન ના વિવિધ મોડેલની વિસ્તાર પૂર્વકની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી.વાલીઓએ પણ આ પ્રદર્શનની ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગણીત વિજ્ઞાન ની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતીક કાર્યક્રમોનું પરફોમ કરી ગણીત અને વિજ્ઞાન ની માનવ જીવનમાં અગત્યતા ની સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં સ્સવાગત પ્રવચન સ્કુલની વિદ્યાર્થીની દ્વારા અને આભારવીધી શિક્ષીકા મારીયા કાનુગા દ્વારા કરવામાં આવી હતી.આ પ્રદર્શનનીનું આયોજન શાળાના ગણીત અને વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.




