નીતિશકુમાર દ્વારા મુસ્લિમ મહિલાના હિજાબ ખેંચવાનો ભરૂચ કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા વિરોધ

SHARE:

ભરૂચ,

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા સરકારી કાર્યક્રમ દરમ્યાન મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ઉતારવાના કથિત કૃત્યને લઈને ભરૂચ કોંગ્રેસના માયનોરીટી તેમજ મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી હતી.

પટનામાં આયુષ ડોક્ટરોને નિમણૂંક પત્રો આપવાના કાર્યક્રમ માં મહિલા ડોક્ટર સ્ટેજ પર પત્ર લેવા ગયા ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતે જ તે ખેંચીને ચહેરા પરથી ઉતારી દીધો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશભરમાં વિરોધના સૂર ઉઠ્યા છે.ત્યારે તેના પ્રત્યાઘાત ભરૂચમાં પણ જોવા મળતા ભરૂચ કોંગ્રેસના માયનોરીટી સેલ અને લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને નીતીશકુમારના રાજીનામાની માંગ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!