ઝઘડિયાના રાયસીંગપુરા ગામના પાટિયા પાસે મોટરસાયકલની અડફેટે ચાલતા જતા વૃધ્ધનું મોત

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા રોડ પર દોડતા વાહનોમાં મોટો વધારો થયો છે.સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર છાસવારે જીવલેણ અકસ્માતો થવાની ઘટનાઓમાં સામે આવી રહી છે. આવાજ એક અકસ્માતની ઘટનામાં ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામે એક મોટરસાયકલની અડફેટે રોડ પર ચાલતા જતા ૬૦ વર્ષીય વૃધ્ધ ઈસમનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રહેતા પુનિયાભાઈ મોહનભાઈ વસાવાના પત્ની પાંચેક વર્ષ અગાઉ મરણ પામતા હાલ તેઓ એકલા રહેતા હતા.ગતરોજ તા.૨૨ મીના રોજ પુનિયાભાઈ સવારના દસ વાગ્યાના અરસામાં રાયસીંગપુરા ગામના પાટિયા નજીક રોડ પર ચાલતા ચાલતા ઉમલ્લા તરફ આવતા હતા.તે દરમ્યાન એક મોટરસાયકલ ચાલકે તેમને અડફેટમાં લેતા તેમને માથા સહિત શરીરના અન્ય  ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી.ગંભીર રીતે જખ્મી થયેલ પુનિયાભાઈ વસાવાનું સ્થળ ઉપર જ મોત થયું હતું.અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકની પુત્રી સુમિત્રાબેન વસાવા રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!