આમોદમાં બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળો યોજાયો

SHARE:

– આનંદ મેળા થકી વિદ્યાર્થીઓએ વ્યવસાયિક કૌશલ્યના પાઠ શીખ્યા

ભરૂચ,

વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો.આનંદ મેળાનું ઉદ્ઘાટન આમોદના પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમોદ બચ્ચોકા ઘર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મોહતમિમ મોલાના, સેક્રેટરી ઈબ્રાહિમભાઈ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યો અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી તેમને જીવનમાં સતત આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા.આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક, આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ પોતે જ ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.શાળાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો.શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી.આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!