(સંજય પટેલ,જંબુસર)
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંગે વુમન ફોર ટ્રી કેમ્પેઈનની કામગીરીનો રાજ્યકક્ષાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતે યોજાયો હતો.તેની સાથે ગુજરાત રાજ્યની 69 મહાનગરપાલિકા, નગરપાલિકા કક્ષાએ વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત જંબુસર નગરપાલિકાનો એસ એન્ડ આઈસી હાઈસ્કુલ ખાતે વુમન ફોર ટ્રી કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહાનુભાવો સહિત શાળા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે વૃક્ષારોપણનું મહત્વ અને તેની જાળવણી કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે નગરપાલિકા કર્મચારીગણ, સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




