ભરૂચ,
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલા માધવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉન માંથી 94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહીમાં દારૂ, પીકઅપ વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉન માંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરી છે.તેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પાયે પ્રતિબંધિત દારૂ ઘુસાડવામાં આવતો હતો.આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા હતા અને ત્યારબાદ તેનું વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા, સુરેશ ઠાકરારામ બિશ્નોઈ, ડેનીભાઈ, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે.ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.




