– નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમ્યાન કોંગ્રેસના અર્ધનગ્ન વિરોધ પ્રદર્શનનો ભરૂચમાં વિરોધ
ભરૂચ,
નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમ્યાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચમાં પડ્યા છે.ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ જે પી કોલેજ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ કરતા કાર્યકરો અમે પોલીસ વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી.
નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમ્યાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચમાં પડ્યા છે.યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા.આ મામલે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની આગેવાનીમાં કાર્યકરો શહેરના જે.પી.કોલેજ ખાતે એકત્રિત થયા બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા હતા.ત્યાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા થોડીવાર માટે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો સર્જાયા હતા.પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી.




