ભરૂચ જિલ્લામાં હોળી-ધૂળેટી પર્વે ‘ઝટપટ પાવડર’ અને કેમિકલયુક્ત રંગોના ઉપયોગ પર પ્રતિબંધ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે પણ તા. ૦૩/૦૩/૨૦૨૬ થી તા.૦૪/૦૩/૨૦૬ નાં રોજ હોળી-ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવનાર છે.હોળી-ધૂળેટીના દિવસે એકબીજા પર અબીલ,ગુલાલ નાંખી સુંદર પર્વ ઉત્સાહથી ઉજવાય છે.અનુભવે જણાયેલ છે કે, ધૂળેટીના દિવસે અમુક લોકો દ્વારા ઝટપટ પાવડર જેવા કેમિકલ્સનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ પાવડરમાં સમાવિષ્ટ ઝેરી કેમિકલ્સ તથા અન્ય કેમિકલ્સથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે તેમજ જાહેર રસ્તાઓ પર ધૂળેટીનો પર્વ ઉજવવાથી ટ્રાફિકને પણ અડચણ થાય છે.આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા બળજબરી પૂર્વક રંગ તથા કીચડ છાંટવામાં આવે છે, જેના કારણે સુલેહ-શાંતિનો ભંગ થવાની સંભાવના રહે છે.જાહેર રસ્તા ઉપર અવર જવર કરતા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોય જેના પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

 પાર્થ જયસ્વાલ, ઈ.ચા.અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લામાં તા.૦૩/૦૩/૨૦૨૬ થી તા.૦૪/૦૩/૨૦૨૬ સુધી હોળી-ધૂળેટીનાં તહેવાર દરમ્યાન ઝટપટ પાવડર જેવા શરીરને નુક્શાન કરતાં કેમિકલ રંગનો ઉપયોગ કરવા ઉપર તથા જાહેર રસ્તા-માર્ગો પર ધૂળેટી રમવા પર તથા જાહેર જનતા ઉપર બળજબરીપૂર્વક રંગ તથા કીચડ છાંટવા ઉપર તેમજ જાહેર રસ્તા ઉપર અવર-જવર વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવા ઉપર આથી પ્રતિબંધ ફરમાવું છું.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી/અધિકારી 

ને અધિકૃત કરવામાં આવે છે.તેમ ઈ.ચા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!