(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના મોટાજાંબડા ગામની સીમમાં ગળે ટપો દઈ મારીને પ્લાસ્ટીક ના કોથળામાં ભરી જમીનમાં દાટી દીધેલ લાશ મળતા નેત્રંગ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.
ફલવાડી ચોકડી થી કેવડી રોડ પર આવેલ મોટાજાંબુડા ગામે હોળી ફળીયા વિસ્તારમાં રહેતા રસીકભાઈ કાલીદાસ વસાવાની પત્ની હસુમતિબેન ઉ.વ.૪૫ કે જેવો તા.૨૨ ફેબુઆરીના રોજ મોટાજાંબુડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે સવારના આઠ વાગે પોતાના પશુઓ માટે ધાસચારો લેવા ગએલ હતા,ધાસચારો કાપી બપોરના ઘરે પરત આવેલા ત્યાર બાદ પરત બીજી વખત ધાસચારો લેવા માટે ખેતર ગએલ ત્યાર બાદ ઘરે સાંજના પરત ફરેલ ન હતા,જેને લઈને રસીકભાઈ તેમજ તેમના પુત્ર સહિત કુટુંબીજનોએ શોધખોળ શરૂ કરી હતી.અને હસુમતિ બેન ગુમ થયાની નેત્રંગ પોલીસ સહિત શોશીયલ મીડીયા પર ફોટા સાથેની પોસ્ટ મુકી હતી.ચારે તરફની શોધખોળ બાદ તા.૧૪ માર્ચના રોજ સવારના નવ વાગ્યા આસપાસ મોટા જાંબુડાગામની સીમમાં આવેલ ઝવેરીફાર્મના પાછળના ભાગે આવેલ આંબા ની વાડી આવેલ છે.આ વાડીમાં પાણીના નિકાલની નિકમાં જમીનમાં કોથળામાં બાંધી દાટી દીધેલ ગંધ મારતી લાશ હોવાનું માલુમ પડતા નેત્રંગ પોલીસ ને જાણ કરાતા પોલીસ સહિત ડૉક્ટરની ટીમ ધટના સ્થળે પહોંચી હતી અને જમીનમાં દાટેલ લાશ બહાર કાઢી હતી.ડીકમ્પોઝ થયેલ લાશને નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.લાશને પ્લાસ્ટીક ના કોથળા માંથી બહાર કાઢી સાફકરી જોતા એક મહિલાની લાશ માલુમ પડી હતી.સદર લાશની ઓળખ થતા હસુમતિબેનની હોવાનું માલુમ પડેલ આ લાશને રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જઈ ચાર ડૉકટરોની પેનલ ટીમ દ્રારા પી.એમ કરવામાં આવેલ.નેત્રંગ પોલીસ સ્ટેશનમાં રસીકભાઈએ ફરિયાદ નોંધાવતા નેત્રંગ પોલીસે તપાસ હાથ ધરી હતી.આ તપાસમાં ભરૂચ એલસીબી પોલીસ પણ સામેલ થયેલ હતી.અને કેટલાક શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરેલ હતી.જેમા ભરૂચ એલસીબી પોલીસ જે વ્યકિતને પુછપરછ માટે લાવેલ તે વ્યકિતને રહસ્યમય સંજોગોમાં વાલીયા તાલુકાના એક ગામની સીમમાં ઝાડ ઉપર ગળા ફાસો ખાધેલ લાશ મળી હતી.બે માંથી એક પણનો ભેદ પોલીસ તંત્ર આજદિન સુધી ઉકેલી નહિ શકતા આદિવાસી સમાજમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.હત્યાને લઈને રાજકીય પક્ષોના કાકડકુઈ પંથકના પદાધિકારીઓ ચુપ કેમ બેઠા છે.પોલીસ તંત્રને ગારીબ આદિવાસી મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં જરા પણ રસ નથી તેવું નેત્રંગ તાલુકા આદિવાસી સમાજમાં ચર્ચાઈ રહ્યુ છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા,ઝઘડીયા ડીવીઝનના ડીવાયએસપી હસુમતિબેનની હત્યા નો ભેદ ઉકેલી હત્યારાને દબોચી લેવા કવાયત હાથ ધરશે કે કેમ???




