ખોપીના આદિવાસી ખેડૂતોના હક માટે કોંગ્રેસનું CCF સુરત કચેરી ખાતે રજૂઆત

SHARE:

સુરત,

નર્મદા જીલ્લાના સાગબારા ખાતેના ખોપી વિસ્તારના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પર ખેતીના હક અને પેન્ડિંગ Forest Rights દાવાઓ અંગે આજે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે CCF સુરત કચેરી ખાતે મુલાકાત કરી મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી.છેલ્લા 18 દિવસથી મહિલા આગેવાન લીલાબેન વસાવા અનશન પર છે, જ્યારે સ્થાનિક આદિવાસી ખેડૂતો પણ પોતાના હકની માંગ સાથે ધરણા પર બેઠા છે.આજે CCF પુનીત નાયર અને DCF ધીરજકુમાર સાથે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રૂબરૂ બેઠક કરી હતી. બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સાગબારા અને ઉમરપાડા બંને વિસ્તારના ખેડૂતોના Forest Rightsના દાવાઓ પેન્ડિંગ છે.જો ઉમરપાડા વિસ્તારના પેન્ડિંગ દાવાઓના ખેડૂતો સાથે એક પ્રકારનો અભિગમ રાખવામાં આવે છે, તો સાગબારાના ખેડૂતો સાથે અલગ અને અન્યાયપૂર્ણ વ્યવહાર શા માટે?”જ્યાં સુધી ખેડૂતોના દાવા અંગે કાયદેસર આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી પેન્ડિંગ દાવેદારોને તેમની પરંપરાગત જમીન ખેડવાથી રોકવા અંગે સરકાર અને વન વિભાગે સ્પષ્ટ કાયદેસર આધાર આપવો જોઈએ.”ડો. તુષાર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોના કાયદેસર હક માટે તેમની પડખે રહેશે.જો વન વિભાગ ખેડૂતોને ખેતી કરતા રોકવા માટે અનાવશ્યક અડચણો ઊભી કરશે અને હકારાત્મક તથા કાયદેસર અભિગમ નહીં અપનાવે, તો કોંગ્રેસ દ્વારા સુરત વન વિભાગની કચેરી ખાતે લોકશાહી ઢબે ઘેરાવ/વિરોધ કાર્યક્રમ યોજવાની ચેતવણી આપવામાં આવી છે.

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ખોપી વિસ્તારના ખેડૂતોના પેન્ડિંગ દાવાઓની યોગ્ય ચકાસણી થવી જોઈએ અને વર્ષ 2010ના Gram Sabha ઠરાવ સહિત તમામ સંબંધિત રેકર્ડની તપાસ થવી જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જો પેન્ડિંગ Forest Rights દાવાઓ ધરાવતા ખેડૂતોને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થયા પહેલાં ખોટી રીતે રોકવામાં આવશે અથવા તેમની સામે કાયદેસર આધાર વિના કાર્યવાહી કરવામાં આવશે, તો સંબંધિત કાયદા હેઠળ જવાબદારી નક્કી કરવા માટે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”

સાગબારા અને ઉમરપાડા વિસ્તારના ખેડૂતોના પેન્ડિંગ Forest Rights claims અંગે તાત્કાલિક ચકાસણી અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા પેન્ડિંગ દાવાઓની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે,2010ના Gram Sabha ઠરાવ અને સંબંધિત રેકર્ડની તપાસ કરવામાં આવે,સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો સાથે સમાન અને ન્યાયસંગત અભિગમ રાખવામાં આવે,પેન્ડિંગ દાવેદારો સામે અનાવશ્યક કાર્યવાહી ન કરવામાં આવે અને સમગ્ર મામલે ખેડૂતોને સ્પષ્ટ અને લેખિત જવાબ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંદીપ માંગરોલા, દર્શન નાયક, સુરેશભાઈ વસાવા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, ખોપી સરપંચ ઈશ્વરભાઈ વસાવા, રાજુભાઈ વસાવા, દશરથ લાલમા, દયારામભાઈ વસાવા સહિત અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!