આમોદમાં ઈદ-એ-મિલાદની ઉજવણી પ્રસંગે હજારો લોકો ઝુલુસમાં જોડાયા

SHARE:

ભરૂચ,

ઈદ-એ-મિલાદના પાવન પર્વની આમોદમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કિછૌછાથી પધારેલા હઝરત અબુબકર શિબલી મિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ-એ-મિલાદનો ભવ્ય ઝુલુસ યોજાયો હતો.આમોદના વાવડી ફળિયાથી ઝુલુસની શરૂઆત કરવામાં આવી હતી.જે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ ચાર રસ્તા ખાતે પહોંચી ઝુલુસનુ સમાપન કરવામાં આવ્યું હતું.ઈદ-એ-મિલાદના ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનોએ હાથમાં ધાર્મિક ઝંડા સાથે જોડાયા હતા.જુલૂસ દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ ઠંડા પીણાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઈદ-એ-મિલાદની ઉજવણીને લઈને સમગ્ર નગરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.આમોદ ચાર રસ્તા ખાતે ઉત્તર પ્રદેશના કિછૌછાથી પધારેલા હઝરત સૈયદ અબુબકર શિબલી મિયાં અશરફીએ પોતાના પ્રવચનમાં દેશપ્રેમ,એકતા,ધીરજ,સારા વર્તન અને ભાઈચારા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાદશાહ બાપુના બગીચા ખાતે વિશાળ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઝુલુસ દરમિયાન શાંતિ, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.આમોદમાં ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!