ભરૂચ પોલીસનું ત્રિદિવસય અનોખું શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું

SHARE:

– આધુનિક હથિયારો,ડોગ સ્ક્વોડ અને હોર્સ રાઈડિંગના નિદર્શનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાય

ભરૂચ,

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે 24થી 26 ઓક્ટોબર દરમ્યાન ત્રિદિવસીય આધુનિક શસ્ત્રો અને સુરક્ષા સાધનોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું આજ હેડક્વાર્ટર ડીવાયએસપીના હસ્તે શુભારંભ કરાયો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય સરકારના અભિગમ અને પોલીસ મહાનિર્દેશકના આદેશ મુજબ ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 24થી 26 મી ઓક્ટોબર સુધી સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેનારા આ પ્રદર્શનમાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતાં આધુનિક હથિયારો તથા સુરક્ષા ઉપકરણોની જાણકારી મેળવવાની તક મળશે.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ પોલીસ ડોગ સ્કોડ અને હોર્સ રાઈડિંગની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ડીવાયએસપી એમ.એમ.ગાંગુલીએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતાં ઈન્સાસ, એકે47,પિસ્તોલ અને સ્નાઈપર સહિતનાં આધુનિક હથિયારો તથા સુરક્ષા સાધનોથી નાગરિકો પરિચિત થાય તે હેતુથી પ્રદર્શન યોજાયું છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં હથિયારો તથા પોલીસની કામગીરી અંગે જાગૃતિ વધે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.તેમણે ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકો, યુવાનો તથા કોલેજના વિદ્યાર્થીઓને પરિવાર સાથે પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી.

આ ઉપરાંત આગામી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં પણ નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ પોલીસ પ્રશાસનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!