– જરૂરીયાતમંદ બાળકોને ફટાકડા,મીઠાઈ સહિતની સામગ્રીઓની કીટ વિતરણ કરાતા ચહેરા પર સ્મિત
ભરૂચ,
દિવાળીના તહેવારોમાં જરૂરીયાતમંદ લોકોના ઘરમાં ઉજાસ પથરાય તેવા હેતુ સાથે ભરૂચમાં નવનિર્માણ સંઘ ધ્વારા સ્લમ વિસ્તારના બાળકોને ફટાકડા, કપડા, મીઠાઈ સહિતની સામગ્રીની કીટ તૈયાર કરી બાળકોને પહોંચાડતા જ તેમના ચહેરા ઉપર ખુશીના સ્મીટ તેમના પરિવાર માટે આર્શીવાદરૂપ બની રહ્યું છે.
ભરૂચમાં નવનિર્માણ સંઘ ગૃપ તથા ભરૂચ જિલ્લા ભાજપ વિધાનસભા મત વિસ્તારના પરિવાર દ્વારા જરૂરીયાતમંદ બાળકોની પણ દરેક તહેવારોમાં ચિંતાઓ વ્યકત કરી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારના બાળકો પણ તહેવારો ઉત્સાહ અને ઉમંગ સાથે તહેવારો મનાવી શકે તે માટે બી.એન.એસ ગૃપના સ્થાપક રૂષભ પટેલ દ્વારા ફટાકડા,મીઠાઈ, કપડા સહિતની વિવિધ સામગ્રીઓની કીટ તૈયાર કરી ભરૂચના મકતમપુર કોઠી ફળીયા વિસ્તારના જરૂરીયાતમંદ બાળકોને દિવાળીના તહેવારની કીટ હાથમાં આપતાં જ બાળકોના ચહેરા ઉપર ખુશીની લહેર સાથે ભાજપના આગેવાનોએ પણ જરૂરીયાતમંદ બાળકોને કીટ અર્પણ કરવામાં આવતા હવે જરૂરીયાતમંદ બાળકો પણ ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળી મનાવી શકનાર છે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ પ્રમુખ પરેશ લાડ,નિરલ પટેલ, નિશાંત મોદી,યુવા મોરચાના પ્રમુખ શક્તિ સિંહ પરમાર સહિતના આગેવાનો તેમજ બીએનએસ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




