google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 4, 2024
HomeEntertainmentકરીના કપૂર યશની ટોક્સિક સાથે કન્નડામાં ડેબ્યૂ કરશે

કરીના કપૂર યશની ટોક્સિક સાથે કન્નડામાં ડેબ્યૂ કરશે

મુંબઈ : કરીના કપૂર યશની ‘ટોક્સિક’ ફિલ્મ દ્વારા કન્નડામાં ડેબ્યૂ કરે તેવી સંભાવના છે. જોકે, આ અંગે હજુ કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી.

કરીનાનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે. તેમાં તે સાઉથની એક મોટી ફિલ્મમાં કામ કરી રહી હોવાનું જણાવી રહી છે. તેના આધારે એવી અટકળો વહેતી થઈ છે કે આ યશની ‘ટોક્સિક’ ફિલ્મ હોઈ શકે છે. યશે ગયાં વર્ષે પોતાની આ ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, તેની બાકીની સ્ટારકાસ્ટ વિશે કોઈ જાહેરાત કરાઈ ન હતી.

કેટલાક સમયથી એવી અટકળો પણ વ્યક્ત થઈ રહી છે કે આ ફિલ્મમાં સાઈ પલ્લવી અથવા તો રાશિ ખન્ના યશની હિરોઈન હોઈ શકે છે. હવે કરીના કપૂરનું નામ પણ વહેતું થયું છે. જોકે, કરીના યશની હિરોઈન તરીકે નહીં પરંતુ અન્ય મહત્વના પાત્રમાં હોઈ શકે તેમ મનાય છે.

કરીના ખરેખર આ ફિલ્મ સાઈન કરશે તો કન્નડા ભાષામાં તેની આ પહેલી ફિલ્મ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!