google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Crime નાંદોદના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઈ એસીબી દ્વારા ઝડપાયો

નાંદોદના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઈ એસીબી દ્વારા ઝડપાયો

- નિવૃત્ત પોલીસ કર્મચારીએ ટ્રક છોડવા માટે ૧૩,૦૦૦ ની લાંચ માંગી હતી.

0
34

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત્ત એએસઆઈ ને એસીબી એ ઝડપી પાડયો છે.ચંદ્રકાન્ત મોરે કે જે નિવૃત્ત પોલીસ કર્મચારીએ ૨૮-૦૬-૨૦૨૭ ના રોજ ટ્રક છોડવા માટે ૧૩,૦૦૦ ની લાંચ માંગી હતી.જેમાં પહેલા ૫ હજારની માંગણી કરી હતી ત્યારબાદ ૨ હજાર અને ૮ હજાર રૂપિયા હપ્તા પેટે એમ કુલ ૧૩ હજારની માંગણી કરી હતી.એએસઆઈ જોકે વય નિવૃત થયા છે પણ ૨૫-૦૪-૨૦૨૪ ના રોજ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે આજે ચંદ્રકાન્ત મોરેને એસીબીએ ઝડપી પાડયો છે.
ગુનાની હકીકત એવી છે કે, આ કામના આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે એએસઆઈ આમલેથા પો.સ્ટેએ તેમની આમલેથા પોલીસ સ્ટેશન ખાતેની ફરજ દરમ્યાન અરજદાર/સાહેદ જયેશભાઈ કાળુભાઈ ચલાલીયા રહે.સુરતની ગઈ તા.૨૮/૦૬/૧૭ ના રોજ ટ્રક નં.જીજે ૨૧ ડબલ્યુ ૪૯૧૯ ની રાજપીપલા બાય પાસ રોડ ઉપર આ કામના આક્ષેપિત ચંદ્રકાંત મોરેનાઓએ રોકી ગાડીના ડ્રાઈવર બીપીન મનોહર વિશ્વકર્માના મોબાઇલ ફોન ઉપરથી ફરીયાદી,સાહેદ જયેશભાઈના મોબાઈલ ફોન ઉપર ગાડી છોડવા માટે હેતુ લક્ષી વાતચીત કરી રૂા.૫૦૦૦ ની માંગણી કરેલ. તેમજ આ ટ્રકના છેલ્લા ચાર મહિનાના રૂા.૨૦૦૦ પ્રતિ માસ લેખે કુલ રૂા.૮૦૦૦ (હપ્તા પેટે) મળી કુલ રૂા.૧૩,૦૦૦ ની લાંચની માંગણી કરેલ. જે બાબતની અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન આરોપીએ અરજદાર સાથે લાંચની માંગણી અંગે હેતુ લક્ષી વાતચીત કરેલ હોવાના સાંયોગીક અને વૈજ્ઞાનીક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનુ સ્પષ્ટ પણે ફલીત થયેલ . જેથી આરોપી ચંદ્રકાંત શાંતારામ મોરે વિરૂધ્માં નર્મદા એ.સી.બી.એ બ્ર.નિ.અધિ.૧૯૮૮ (સુધારા અધિ.૨૦૧૮)ની કલમ ૭(એ), ૧૩(૧)(એ),૧૩(૨) મુજબનો ગુનો તા.૨૫/૦૪/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવેલ છે.એ જે.ચૌહાણ પોલીસ ઈન્સ્પેકટર વડોદરા શહેર એસીબી વડોદરાએ બાબતે પ્રાથમિક તપાસ હાથધરી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!