google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeCrimeભરૂચ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર સાજીદ મુન્શીના ટેકેદારો પર હિંસક હુમલો કરનાર...

ભરૂચ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર સાજીદ મુન્શીના ટેકેદારો પર હિંસક હુમલો કરનાર બેને પોલીસે ઝડપી પાડયા

- આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા અપક્ષ ઉમેદવારના સમર્થક પર હિંસક હુમલો કરતા કાવી પોલીસમાં ગુનો નોંધાયો હતો

  • આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા અપક્ષ ઉમેદવારના સમર્થક પર હિંસક હુમલો કરતા કાવી પોલીસમાં ગુનો નોંધાયો હતો

ભરૂચ,
જંબુસર તાલુકાના કાવી ખાતે રહેતા અને લોક સભા ની ચુંટણીમા ભરૂચ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારના ટેકેદારો ઉપર ગામના આમ આદમી પાર્ટીના સમર્થક એવા બે ઈસમોએ તલવારથી હુમલો કરતા ત્રણ ટેકેદારોને ઈજાઓ પહોંચી હોવાના તથા બનાવ સંદર્ભે કાવી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.
કાવી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના સુથાર ચકલા ફળિયામાં રહેતા મુબારક યુનુસ હસન ધેનધેન ઉ.વ.૩૯ ના ઓ લોકસભાની ભરૂચ બેઠકના અપક્ષ ઉમેદવાર સાજીદ મુન્શી સાથે પ્રચાર માટે કાવી આજુબાજુના ગામડાઓમાં ગયા હતા અને પ્રચાર પુર્ણ કરી ગતરોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં મુબારક ધેનધેન તથા સકીલ ઈસા ધેનધેન,સીરાજ અયુબ ધેનધેન તેઓના ઘરે જતા હતા તે વખતે મુબીન ઈસ્માઈલ ધેનધેન મુબારકને કહેવા લાગેલ કે તમારી કાતર જીતવાની નથી તેમ કહીને અપશબ્દો બોલતા સકિલ ધેનધેને ગાળો બોલવાના પાડતા મુબીન ધેનધેન તેના ઘરે જઈને તલવાર લાવી મુબારકને તલવારથી મારી નાંખવાના ઈરાદે માથાના ભાગે મારવા જતા મુબારકે બન્ને હાથ આગળ કરી દેતા જમણા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચી હતી તથા અન્ય હુમલાખોર બસીરભાઈ અકક્કુજી ધેનધેન પણ મુબારકને ઢીકાપાટુનો માર મારતા હોય તે વખતે સકીલ ધેનધેન તથા સિરાજ ધેનધેન બચાવવા વચ્ચે પડતા તેઓને પણ તલવારથી નાની મોટી ઈજા પહોંચી હતી અને બન્ને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.આ બાબતે કાવી પોલીસ મથકે મુબારક ધેનધેને ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો કલમ ૩૦૭,૩૨૩ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ અન્વયે ગુનો નોધી તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.એ.આહીરે સંભાળી હતી અને બન્ને હુમલાખોરોને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!