google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Wednesday, May 8, 2024
HomeGujaratભરૂચ તાલુકા બીજેપીના સોશ્યલ મીડિયાના ગૃપમાં જાતિવાદ વિષે મેસેજ મુકનાર સામે મામલો...

ભરૂચ તાલુકા બીજેપીના સોશ્યલ મીડિયાના ગૃપમાં જાતિવાદ વિષે મેસેજ મુકનાર સામે મામલો પોલીસ મથકે

- આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર અને ઉશ્કેરણીજનક કૃત્ય કરતો મેસેજ મુકનાર સામે આદિવાસી સમાજમાં રોષ - છેલ્લા પાંચ દિવસથી ભરૂચ તાલુકા બીજેપીના ગૃપનો વાયરલ મેસેજનો સ્ક્રીનશોર્ટ બાદ પણ જીલ્લા ભાજપ પ્રમુખ અંધારામાં?

ભરૂચ,
હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને આચારસંહિતામાં ઉશ્કેરણી જનક મેસેજ મુકવા ગંભીર બાબત હોય છતાં ભરૂચ તાલુકા બીજેપી ના વોટ્સએપ ગ્રુપમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિએ ઉશ્કેરણી જનક એક મેસેજ મુક્યો હોય અને આ મેસેજથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોય તેવા આક્ષેપ સાથે ભરૂચના આદિવાસી નાગરિકે ભરૂચ પોલીસમાં એટ્રોસિટી ની રાવ નાંખી હોવાની માહિતી સામે આવી રહી છે.
આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ હજુ જાતિવાદની માનસિકતા ધરાવનાર ની માનસિકતા સોશ્યલ મીડિયા ઉપર જોવા મળી રહી છે અને હાલ લોકસભાની ચૂંટણીમાં જ સાંસદ મનસુખ વસાવાને ૫ મી ટર્મ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.જેમની સામે નારાજગી વ્યક્ત કરતો અને આદિવાસી વિરોધી વ્યક્ત કરનાર ભાજપના એક હોદ્દેદારે ગંભીર પ્રકારનો મેસેજ નો સ્ક્રીન શોર્ટ વાયરલ થયો છે.જેમાં કીર્તિ એન શાહ દર્શાવેલ છે અને તેની સાથે તેનો મોબાઈલ નંબર ૯૯૦૯૫૦૨૯૨૦ દર્શાવેલો છે અને તેને આદિવાસી વિરોધી માનસિકતા ઘરાવી મેસેજ મુકેલ છે જેમાં તેઓએ ઉજળીયાત લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કર્યું છે અને ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિની છે અને સાતમી ટર્મ માટે આદિવાસી ઉમેદવાર પસંદ કરી ટિકિટ ફાળવી છે તો શું અન્ય જ્ઞાતિના લોકોને કેમ ઉમેદવારી નથી કરાવાતી કેમ એક જ વ્યક્તિને સાત ટર્મથી રિપીટ કરે છે તેવા ઉશ્કેરણી જનક શબ્દો તથા સાત ટર્મથી આદિવાસી તરીકે મનસુખ ભાઈ વસાવાને ટિકિટ અપાતી હોવના કારણે આદિવાસી વિરોધ માનસિકતા ધરાવનારએ સોશયલ મીડિયા ઉપર અમારા સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચના આદિવાસી નાગરિક મુકેશ જયંતી વસાવાએ ભરૂચ ના પોલીસ મથકમાં એટ્રોસિટી અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠાવી છે.
કોઈપણ સંસ્થા કે રાજકીય પક્ષમાં પક્ષનો નો જ હોદ્દેદાર પક્ષની છબી ખરડાઈ અથવા તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હોય તો સૌ પ્રથમ જે તે પક્ષના જીલ્લા હોદ્દેદારે આવા વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો હોય છે.પરંતુ ભાજપના જીલ્લા પ્રમુખ ભાજપના એક હોદ્દેદારના સ્ક્રીનશોર્ટ થી અજાણ હોય તેવું આગળ ધરી રહ્યા છે.ત્યારે શું જીલ્લા પ્રમુખ જ આવા તત્ત્વોને છાવરે છે તેવું ફરિયાદી મુકેશ વસાવાએ કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!