google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeCrimeઝઘડિયાના મુલદ ગામેથી અલગ અલગ બનાવટની ૮૧ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

ઝઘડિયાના મુલદ ગામેથી અલગ અલગ બનાવટની ૮૧ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ

(જયશીલ પટેલ,ઝઘડિયા)
રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દેશી વિદેશી દારૂ ગામેગામ વેચાઈ રહ્યો છે.ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે મુલદ ગામે નવી વસાહતમાં રહેતો નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવા નાઓ ભારતીય બનાવટ મનો વિદેશી દારૂ લાવી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે,ઝઘડિયા પોલીસે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ખાનગી વાહનમાં ગયા હતા અને નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવા ના ઘરે છાપા મારી કરી હતી.પરંતુ તેના ઘરે કોઈ હાજર મળી આવેલ ન હતું.જેથી પોલીસે તેના ઘરની આજુબાજુ તથા ઘરની પાછળના ભાગે તપાસ કરતા વાડા ના ભાગે કચરાના ઢગલામાં મીણિયા કોથળો મળી આવેલ.જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જોતા તેની ગણતરી કરવામાં આવી હતી, જેમાં વિસ્કી બોટલ નંગ ૧૭ તથા બીયરટીન નંગ ૬૪ મળી કુલ ૮૧ નંગ વિદેશી દારૂની અલગ અલગ બનાવટની બોટલો મળી આવી હતી.જેની કુલ કિંમત રૂપિયા ૯,૮૦૦ થવા પામી હતી.ઝઘડિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવા રહે.મુલદ તા ઝઘડિયા જી.ભરૂચ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ભાગેડુ નરેશ ઉર્ફે લંગડો ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!