google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeCrimeમતદાન પહેલા જ ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકા માંથી દારૂ ભરેલ ટ્રક ગ્રામજનોએ...

મતદાન પહેલા જ ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકા માંથી દારૂ ભરેલ ટ્રક ગ્રામજનોએ ઝડપી પાડી

- ચૂંટણી વિભાગની ટીમો દ્વારા ચેકીંગ છતાં દારૂ ભરેલ ટ્રક ભમાડીયા ગામ માંથી મળી આવતા પોલીસ સ્થળ ઉપર - મતદાનની પૂર્વ સંધ્યાએ મતદારોને રીઝવવા નેતાઓ દ્વારા મંગાવવામાં આવી હોવાની ચર્ચા

ભરૂચ,

લોકશાહીના પર્વની ઉજવણીમાં ભરૂચ જીલ્લા વહીવટી આખરી ઓપ આપી રહ્યું છે.મતદાન દરમ્યાન મતદારોને કોઈ અગવડ ન પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ દ્વારા દારૂ પીરસવામાં આવતો હોય તેવી ધટના વાલિયા તાલુકા માંથી ઝડપાયેલ દારૂ ભરેલ ટ્રક ઉપર થી કહી શકાય.

આવતીકાલે વહેલી સવારથી મતદારો લોકસભા માટે મતદાન કરનાર છે.ત્યારે ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે.તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ત્યારે ચૂંટણીની પૂર્વે જ દારૂની રેલમ છેલ જોવા મળી છે.જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકાના ભમાડીયા ગામ માંથી વડોદરા પાર્સિંગ ની એક ટ્રક પૂર ઝડપે ગામ માંથી પસાર થઈ રહી હતી.જે ટ્રકને ગ્રામજનોએ અટકાવી રોકી તેમાં તપાસ કરતા દારૂની વિવિધ બ્રાન્ડ ની બોટલો ભરેલ બોક્ષ મળી આવ્યા હતા.જે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

તો બીજી તરફ ટ્રકમાં દારૂ કોઈ રાજકીય પાર્ટીના નેતા મંગાવ્યો હોવાની જાણ ગ્રામજનોને થતા ટ્રકના ડ્રાઈવર ને પૂછવામાં આવતા કોઈ સંતોષ કારક જવાબ આપવામાં આવ્યો ન હતો.ઘટનાની ગંભીરતા જોતા સ્થળ ઉપર જીલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હોવાની સાંપડી રહી છે.

હાલતો દારૂ ભરેલ ટ્રકનો પોલીસ દ્વારા કબ્જો મેળવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી હતી અને કોના દ્વારા આ દારૂ માંગવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!