google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat પોતાના જીવનનું સૌપ્રથમ મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી

પોતાના જીવનનું સૌપ્રથમ મતદાન કરી લોકશાહીમાં ભાગીદારી નોંધાવી

- આજે મે પહેલી વાર મતદાન કર્યું છે. શું તમે કર્યું? : હાસ્ય રેલાવતા ચહેરાથી તેની મતદાન કર્યાની ખુશી છલકાતી હતી એવી ફર્સ્ટ ટાઇમ મતદાતા યુવક અને યુવતીઓ

0
44
  • આજે મે પહેલી વાર મતદાન કર્યું છે. શું તમે કર્યું? : હાસ્ય રેલાવતા ચહેરાથી તેની મતદાન કર્યાની ખુશી છલકાતી હતી એવી ફર્સ્ટ ટાઇમ મતદાતા યુવક અને યુવતીઓ

ભરૂચ,
દેશની લોકશાહીને મજબૂત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે. તમામ મતવિસ્તારોમાં આજે મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એકસૂરે જણાવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના શ્રવણ ચોકડી વિસ્તારમાં રહેતી યુવા મતદારો પૈકીની ૧૮ વર્ષિય ભૂમિ બળેજાએ લોકશાહીનાપર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.યુવા મતદારોએ જણાવ્યું હતું કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે.આજે મે પહેલી વાર મતદાન કર્યું છે. શું તમે કર્યું ? લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવવા માટે હું દરેક નાગરિકને અનુરોધ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરે.
હાસ્ય રેલાવતા ચહેરાથી તેની મતદાન કર્યાની ખુશી છલકાતી હતી એવી યુવતિ અને યુવકો અત્યંત ઉત્સાહિત રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા અને
શ્યાહીવાળી પોતાની આંગળી બતાવતા જણાવ્યું હતું કે આ જુઓ આજે મે પહેલી વાર મતદાન કર્યું છે શું તમે કર્યું ?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!