google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratનર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે મતદાન...

નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે મતદાન કર્યું

- એકતાનગર ૧ ખાતેના બુથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું

  • એકતાનગર ૧ ખાતેના બુથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે યોજાયેલા મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના IAS દંપતી એવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે આજે ૧૮૪-વડીયા કોલોની બુથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું. જ્યારે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી પણ આ જ બુથ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.SoUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઉંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને નિયમન સત્તામંડળ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પિંક રીક્ષાના એમઓયુ કર્યા છે. વ્હીલ ચેરનો ઉપયોગ કરી દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે.સાથો સાથ વૃદ્ધો-વયસ્કોને મતદાન મથક સુધી લઈ જવા માટે પિંક રીક્ષા ચલાવવામાં આવશે. તેની સાથે SoU ના ગાઈડ મિત્રો પણ સેવા પુરી પાડી રહ્યા છે.પિંક રીક્ષા ચલાવતી બહેનો સૌ પ્રથમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે.
વધુમાં અગ્રવાલે ઉમેર્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતાનગર-૧ ખાતેના બુથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છેતેમાં પણ SoU ઓથોરિટી દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો છે.જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!