(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ”માં રાજ્યનાં કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયખાતે ખાસ હાજરી આપી હતી જેમાં ભાજપાના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં શિક્ષણ મન્ત્રી કુબેરભાઈ ડીંડોરે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવા ને આડે હાથે લીધા અને આકરા પ્રહારો કર્યા હતા.
આ પ્રસંગે ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમા ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવાને શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે આડે હાથે લીધા હતા અને આકરા પ્રહારો કરી ચૈતર વસાવાની ઝાટકણી કરી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા ..નું નામ છેતર વસાવા છે..જે..છેતરવાનું કામ કરે છે….જે છેતરી આદિવાસીઓને જશે ..એમ કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની રીતસરણી ઝાટકણી કરી હતી..ચૈતર વસાવાની અલગ ભીલપ્રદેશની માંગણી ને નકારી..કહ્યું.લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો…
શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાભ્ય પર કર્યા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એકતા માં માનનારો દેશ છે..પણ કેટલાક લોકો એકતા ને તોડવાનું કામ કરે છે..કહી..દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતા વાદ, સમાજ ને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે.આદિવાસી સમાજ માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી ની યોજના સરકાર આપે છે..કયા હક્કો ની વાતો એ અલગતા વાદીઓ કરે છે..?
કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશ ની માંગણી કરે છે..કયા હિસાબે માંગો છો..તમે..?કોંગ્રેસની સરકાર માં કેટલાક નેતાઓ એ અલગ ભિલપ્રદેશ ની માંગ કરી હતી.ત્યારે ભીલ પ્રદેશનો મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો..
આ ચૈતર વસાવા…આ છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે..જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછળે છે…મારે ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ..પણ અલગ ભીલ પ્રદેશ બનાવી ને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાનું..?આમ કહી શબ્દિક પ્રહારોમા મંત્રી અને ધારાસભ્ય આમને સામને આવી ગયા હતા.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is