(સંજય પટેલ,જંબુસર)
જંબુસરની આર.ટી.પી.સી.આર લેબોરેટરીમાં થયેલ એ.સી તેમજ લેપટોપની ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જંબુસરની સબ ડિસ્ટ્રીક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આર.ટી.પી.સી.આર લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલ જેમાં રહેલ છ એ.સી તેમજ લેપટોપની ચોરી થતા ગતરોજ જંબુસર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી.જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.વી.પાણમીયા તથા પી.એસ.આઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હતી.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સિસના માધ્યમથી ચોરીનો મુખ્ય આરોપીઓ મુબારક ઈસ્માઈલ મલેક તથા અનસ પટેલ બન્ને રહેવાસી, જંબુસરને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછ પરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ માં અવર-જવર કરતા હતા તે દરમ્યાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ આર.ટી.પી.સી.આર લેબોરેટરીમાં લગાવેલ કુલ છ એ.સી તથા એક લીનોવો કંપનીનુ લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.મુબારક મલેક એ.સી રીપેરીંગ તેમજ જુના એસી લે-વેચ કરતો હોય તેની અમન પાર્ક ખાતે આવેલ દુકાનમાં છ એ.સી પૈકી ચાર એ.સી રાખેલ તથા અનસ પટેલે પોતાના મકાનના માળીયામાં એક લીનોવો કંપનીનુ લેપટોપ રાખેલ તથા હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંડેર બીલ્ડીટંગમાં બીજા બે એ.સી,ડોર સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્યુલેટર સાથે સંતાડેલા હોવાની કબૂલાત કરતા રૂ.૧.૭૧ લાખના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરેલ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is