ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે પર ૨૯ પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો

SHARE:

– પોલીસે ૨૯ પાડા અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને ટેમ્પોચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે ૨૯ પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે.ત્યાર બાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું.આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઈ કે.વી.લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ૨૯ નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું.આ દરમ્યાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું  પ્રમાણપત્ર જરૂરી હોઈ ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા ૨૯ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨૯૦૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!