best news portal development company in india

ભાદોડ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારનું ફટાકડા ફોડી વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું

SHARE:

– ખુશીમાં સર્જનાબેન વસાવાએ વિજય સરઘસ માં ઠુંમકા માર્યા : આપ કપાયું,કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી પૈકી એક ભાદોડ બેઠક ભાજપે બીજી વાર જીતી લીધી હતી.સાગબારા તાલુકા પંચાયતની ભાદોડ બેઠક પર ભાજપાનાં ઉમેદવાર સર્જનાબેન વસાવાનો ૪૨૨ મતોથી વિજય થયો હતો.
નર્મદા જિલ્લાની ભાદોડ બેઠક પર પરિણામ જાહેરા થતા ભાજપના વિજેતા ઉમેદવારનું ફટાકડા ફોડી વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું.ખુશીમાં સર્જનાબેન વસાવાએ પણ વિજય સરઘસમાં ઠુંમકા પણ માર્યા હતા.જોકે આ બેઠક પર આપ કપાયું હતું તો કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાયું હતું.ભાદોડની આ બેઠક અગાઉ ભાજપ પાસે જ હતી.આ જીતેલી બેઠક ભાજપે જાળવી રાખી છે જોકે ત્રિપાંખીયા જંગમાં આ બેઠક જીતવા ભાજપાનાં દિગ્ગજ નેતાઓ દ્વારા એડીચોંટીનું જોર લગાવ્યું હતું.
પરિણામમાં ભાજપાનાં ઉમેદવાર સર્જનાબેન વસાવા ને ૨૧૧૦ મત મળ્યા હતા.જયારે આપ નાં ઉમેદવાર સંધ્યાબેન વસાવાને ૧૬૮૮ મત મળ્યા હતા.તો કૉંગેસનાં ઉમેદવાર સરલાબેન વસાવાને ૪૯૧ મત મળ્યા હતા.કુલ ૪૩૩૮ મતદારોએ મતદાન કર્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!