ભરૂચના કોલેજ રોડ પરથી ક્રેટા કાર માંથી ૬ યુવાનોને શંકાસ્પદ હાલતમાં એટીએમ,ક્રેડિટ કાર્ડ સહિત ચેકો સાથે પોલીસે ઝડપી પાડ્યા

SHARE:

– એલસીબી પોલીસે કાર માંથી ૧૪ ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ૮ ચેકબુક, ૧૩ છુટ્ટા ચેક, ૭ મોબાઈલ અને લેપટોપ કબ્જે કર્યા

– સાયબર ફ્રોડ કે કોઈ ગુનાહિત કૃત્યની અંજામ આપવાની પ્રાથમિક શકયતા સાથે અટકાયત કરી

– ૧૦.૫૦ લાખના મુદ્દામાલ સાથે અશોક દ્રિવેદી, લક્ષ્ય યાદવ,શિવાંક સૈની,ધર્મેશ મકવાણા અને કરણ વાળાની અટક કરી તપાસ હાથધરી

– ઉત્તરપ્રદેશ,હરિયાણા,અમરેલી,ભાવનગર અને સુરતના રહેવાસી યુવાનોની વધુ પૂછપરછ શરૂ કરાઈ

ભરૂચ,

ભરૂચ શહેરના ભોલાવ રોડ પરના નર્મદા મૈયા બ્રિજ નજીક આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઈસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વર્તમાન સમયમાં વધી રહેલા સાઈબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઈબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી.તેના અનુસંધાને એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરી અંજામ આપી હતી. જેમાં ગઈકાલે પો.સ.ઈ ડી.એ.તુવર તથા ટીમને ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર નંબર જીજે ૧૬ સીએસ ૮૯૭૧ ઉપર રેઈડ કરવામાં આવી હતી.કાર માંથી મળી આવેલા ઈસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.જેથી પોલીસે (૧) અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ.૩૭) ઉત્તરપ્રદેશ (૨) લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ.૨૬)  હરિયાણા (૩) શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ.૧૯) હરિયાણા/યુ.પી (૪) શિવાંક સતીષકુમાર સૈની (ઉ.વ.૨૦) ઉત્તરપ્રદેશ (૫) ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ.૨૨) સુરત/ભાવનગર અને (૬) કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) અમરેલીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કાર માંથી ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮, છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ.૧૦ લાખ, મોબાઈલ ફોન ૦૭ કિંમત રૂ.૩૦,૦૦૦, લેનોવો લેપટોપ ૧ કિંમત રૂ.૨૦,૦૦૦ મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ ગુનાની વધુ તપાસ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાર કોની છે?, ATM અને ક્રેડિટ કાર્ડ કોણ છે અને ક્યાંથી મેળવ્યા છે?,ચેક બુકો અને છૂટા ચેક કોણ છે? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!