best news portal development company in india

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન હેઠળ વડોદરા વિભાગમાં શપથ ગ્રહણ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

SHARE:

વડોદરા,

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી  “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવાનો અને સામૂહિક ભાગીદારી દ્વારા સ્વચ્છ ભારત બનાવવા માટે નક્કર પગલાં લેવાનો છે.ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેના નેતૃત્વમાં ડિવિઝનલ ઓફિસ પરિસરમાં શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું.આ પ્રસંગે, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર નીરજ ધમીજા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વચ્છતાની શપથ લીધી.

આ જ ક્રમમાં ભરૂચ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ, ગોધરા, એકતાનગર સ્ટેશન,લોકો શેડ, વર્કશોપ અને ડિવિઝનલ રેલવે હોસ્પિટલ સહિત વિવિધ સ્થળોએ શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમોમાં આશરે ૩૯૦૦ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવા માટે કર્મચારીઓ અને મુસાફરોને જોડતી જાગૃતિ કાર્યશાળાઓ યોજવામાં આવી હતી.આ સાથે જ શાખા અધિકારીઓની આગેવાની હેઠળ રેલવે કર્મચારીઓએ વિવિધ સ્થળોએ સ્વયંસેવક સેવા આપીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

આ સ્વૈચ્છિક પ્રયાસમાં રેલવે અધિકારીઓની સાથે મ્યુનિસિપલ કાઉન્સિલરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,વોર્ડ અધિકારીઓ, શહેર આરોગ્ય નિરીક્ષક અને અન્ય કર્મચારીઓએ પણ સક્રિયપણે ભાગ લીધો.આ ઉપરાંત સફાઈ મિત્ર માટે એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લગભગ ૫૦ સફાઈ મિત્રોએ ભાગ લીધો હતો અને તેમના મંતવ્યો અને અનુભવો શેર કર્યા હતા.

વડોદરા મંડળ સામાન્ય નાગરિકોને અપીલ કરે છે કે તેઓ આ અભિયાનમાં સક્રિયપણે ભાગીદારી કરી સ્વચ્છતાને જન આંદોલનનો સ્વરૂપ પ્રદાન કરે અને સ્વચ્છ ભારતના નિર્માણમાં યોગદાન આપે. “સ્વચ્છતા હી સેવા” અભિયાન એ સમાજ અને શાસન બંનેના સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે, જે ‘Whole of Society’ અને ‘Whole of Government’ અભિગમને સાકાર કરે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!