– મેન્ડેટ વાળી ઘનશ્યામ પટેલની અને મેન્ડેટ વિનાની અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરીનો જંગ : ભાજપના બે દિગ્ગજ નેતાઓ આમને સામને
– મેન્ડેટ વાળી ચૂંટણી જીતવાનો ઘનશ્યામ પટેલે કર્યો દાવો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન શરૂ થયું હતું.900 કરોડનું ટર્ન ઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે દિગ્ગજ આગેવાનોમાં કાંટે કી ટકકર જોવા મળી હતી.ડેરીમાં છેલ્લા 17 વર્ષથી સાશન કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યા હતા અને પેનલ ઉતારી હતી.દૂધધારા ડેરીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની એક મળી કુલ 15 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી.મતદાન પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલાવ્યો હતો.જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહની પેનલના 3 ઉમેદવારના નામ હતાં.ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટને ધરાવતી પણ ગણકાર્યો ન હતો.માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર,ભાજપના મહિલા અનામતની બે બેઠક માટે રણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ 2 ઉમેદવાર જેમાં ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળામાં એપીએમસી ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ દૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે.જેમાં 14 બેઠકો માટે 296 મતદારોનું થયું મતદાન કર્યું હતું ત્યારે આ ભાજપ સામે ભાજપ વચ્ચે સીધો જંગ થતા હાલ તો બન્ને પક્ષના ઉમેદવારો પોતાના જીતના દાવા કરી રહ્યા છે.







