ભરૂચ દૂધધારા ડેરીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ : બંને મતદાન મથકો ઉપર 100% મતદાન

SHARE:

– કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર : શૈવરે યોજાશે મતગણતરી

– 900 કરોડના ટર્નઓવર વાળી ડેરી પર કોણ  ઘનશ્યામ પટેલ કે અરુણસિંહ રણા રાજ કરશે?

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધધારા ડેરીની ચૂંટણી શુક્રવારના સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ હતી જે સાંજ સુધીમાં ભરૂચ અને બોર્ડમાં જીલ્લાના બંને મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા મતપેટીઓને સીલ કરવામાં આવતા તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થયું હતું.

ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી આ ડેરીમાં છેલ્લા ૧૭ વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે,પરંતુ આ વખતે વાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાની પેનલ ઉભી કરીને સીધો પડકાર ફેંક્યો છે. ૯૦૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીની ચૂંટણીનું પરિણામ આજરોજ આયોજન ભવન વચ્ચે જાહેર થશે જેના પર સૌની નજર મંડાયેલી છે.ભરૂચ દૂધધારા ડેરીની કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતાં સ્પર્ધા ૧૪ બેઠકો પૂરતી સીમિત રહી છે.આ ૧૪ બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે.કુલ ૨૯૬ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા ડેરીનું ભવિષ્ય નક્કી કર્યું છે.

ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ રહ્યું હતું. સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી.જ્યાં તમામ મતદારો ઉત્સાહભેર ભાગ લઈ સૌ ટકા મતદાન થયું હતું.બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા હતા.

ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે.ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા ૧૭ વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે. બીજી તરફ અરુણસિંહ રણાએ પણ પોતાની પેનલને વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે. જોકે, કોણ બાજી મારશે તે તો શનિવારે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.ત્યારે જ ખબર પડશે કે મતદારોએ કોના શિરે મૂકે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!